
સોશિયલ મીડિયા અને પાપરાઝીના કન્ટેન્ટથી અટેન્શન ઇકોનોમી ઉભી થઈ.નવી પેઢીની એક્ટ્રેસ માત્ર કપડાંથી નહીં, સ્ટાઇલથી ઇન્ફ્લ્યુઅન્સ કરવામાં માને છે.સતત લોકોની અને કૅમેરેની નજરમાં રહેવાને કારણે તેમને પોતાનાં દરેક કપડાં કે એરપોર્ટ આઉટફિટ હવે ખુબ કાળજીથી પસંદ કરવાં પડે છે.આજની પેઢીની એક્ટ્રેસ માટે સ્ટાઇલ હવે માત્ર કપડાં પહેરવાની બાબત રહી નથી. તેમની સ્ટાઇલ હવે ઓળખ, પ્રભાવ અને સેલિબ્રિટી પાવરનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે. એક સમય હતો જ્યારે સ્ટારની તેમના ફૅન્સ પરની અસરનું માપદંડ બોક્સ ઓફિસની કમાણીનાં આંકડા, ટેલિવિઝન રેટિંગ્સ અથવા મેગેઝિન કવરને ગણવામાં આવતું હતું. પરંતુ આજે પ્રભાવ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, પાપારાઝીના વિડિઓઝ, એરપોર્ટ લૂક્સ, રેડ કાર્પેટ દેખાવ અને જિમ બહારના કૅન્ડિડ મોમેન્ટ્સથી સેકન્ડોમાં મપાવમાં આવે છે. આ અટેન્શન ઇકોનોમીમાં સ્ટાઇલ હવે સેલિબ્રિટીના પ્રભાવનો એક ભાગ નથી રહી, પરંતુ તેઓ પોતે જ એક પ્રકારનો પ્રભાવ બની ગયા છે.૨૦૨૬માં ફેશન હવે ફક્ત સારું દેખાવા માટે નથી. આજે ફેશન સાથે બ્રાન્ડિંગ, માર્કેટિંગ, કલ્ચરલ પોઝિશનિંગ અને ઓડિયન્સ સાથેનું કનેક્શન — બધું એકસાથે જાેડાયેલું છે. સોશિયલ મીડિયાએ સેલિબ્રિટી કલ્ચરને જાેવાનો અંદાજ સંપૂર્ણ બદલી નાખ્યો છે. એક સમય હતો જ્યારે એક્ટર્સ ફિલ્મ પ્રમોશન અથવા જાહેર ઇવેન્ટ્સ દરમિયાન જ જાેવા મળતાં હતાં. હવે સ્ટાર્સ સતત ડિજિટલ સાયકલમાં જીવે છે, જ્યાં દરેક આઉટફિટ કન્ટેન્ટ બની જાય છે. એક જ લૂક મિનિટોમાં ટ્રેન્ડ થઈ શકે છે, લાખો ઇમ્પ્રેશન્સ મેળવી શકે છે અને લાંબા ઇન્ટરવ્યુ કરતાં વધુ ઝડપથી પબ્લિકનો મૂડ કે દૃષ્ટિકોણ બનાવી શકે છે. આ પરિવર્તન ખાસ કરીને યુવા બોલિવૂડ સ્ટાર્સ માટે ફાયદાકારક સાબિત થયો છે. અનન્યા પાંડે, તૃપ્તિ ડિમરી અને ખુશી કપૂર જેવા સેલિબ્રિટીઝે પોતાની એવી ફેશન ઇમેજ બનાવી છે કે જે તેમની ફિલ્મોગ્રાફીથી પણ અલગ રીતે કામ કરે છે. તેમની સ્ટાઇલ ચોઇસિસ સતત સોશિયલ મીડિયામાં ચર્ચાઓ, ફેશન પેજીસ અને ફેન એડિડ પેજમાં છવાયેલી રહે છે, જે તેમને નવી ફિલ્મ રિલીઝ વગર પણ તેમના ફૅન્સ સાથે જાેડી રાખે છે.સતત લોકોની અને કૅમેરેની નજરમાં રહેવાને કારણે તેમને પોતાનાં દરેક કપડાં કે એરપોર્ટ આઉટફિટ હવે ખુબ કાળજીથી પસંદ કરવાં પડે છે એ જ તેમની રિલેટેબિલિટી દર્શાવે છે. જ્યારે કુટ્યોર રેડ કાર્પેટ લૂક્સ મહત્વાકાંક્ષાઓ અને લક્ઝરી સાથેનો સંબંધ બતાવે છે. વિન્ટેજ ફેશન રેફરન્સ એક નોસ્ટેલ્જિયા જેવી અસર ઊભી કરે છે. તેમનું મિનિમલિઝમ સોફિસ્ટિકેશન દર્શાવે છે. એટલે સુધી કે “એફોર્ટલેસ” ડ્રેસિંગ પણ ઘણી વાર ખાસ ઈમેજ બનાવવા માટે સ્ટ્રેટેજિક રીતે ક્યુરેટ કરવામાં આવે છે.એક રીતે જાેવામાં આવે તો આજના સેલિબ્રિટીઝ હવે ફક્ત એક્ટર્સ અથવા પરફોર્મર નથી રહ્યાં — તેઓ વિઝ્યુઅલ બ્રાન્ડ્સ બની ગયા છે.ફેશન ઇન્ડસ્ટ્રીએ પણ આ બદલાવને ઝડપથી અપનાવ્યો છે. લક્ઝરી લેબલ્સ, બ્યુટી બ્રાન્ડ્સ અને ગ્લોબલ ફેશન હાઉસિસ હવે માત્ર પરંપરાગત સ્ટારડમ પર નહીં, પરંતુ ડિજિટલ સ્ટાર્સ કેટલાં લોકપ્રિય છે તેનાં પર અને એસ્થેટિક ઇન્ફ્લુઅન્સ પર ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર મજબુત સ્ટાઇલ ઇમેજ અને સોશિયલ મીડિયા એંગેજમેન્ટ ધરાવતાં સેલેબ્રિટી ક્યારેક માત્ર બોક્સ ઓફિસ વિશ્વસનીયતા ધરાવતા સ્ટાર કરતાં પણ વધુ મોટા સાબિત થાય છે.આજે એવો સમય છે કે ફેશન હવે મનોરંજન જગતમાં એક અલગ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, એવી ઇન્ડસ્ટ્રી જે સેલિબ્રિટી હાયરાર્કી અને ઓડિયન્સ લોયલ્ટી બંનેને અસર કરે છે. મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા દ્વારા ફેશનનું ડેમોક્રેટાઇઝેશન થવાથી ઓડિયન્સનું વર્તન પણ બદલાયું છે.





