
પાંચેય ડૂબી ગયા; સગીરા બચી ગઈ નદીમાં ડૂબતી સગીરાને જાેઈને બચાવવા માટે પાંચ લોકો કૂદ્યા મૃતક આસપાસના ગામડાઓના રહેવાસી હતા આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શનિવાર સાંજે એક એવી ઘટના બની જેણે દરેક લોકોને સ્તબ્ધ કરી દીધા છે. અહીં એક સગીરાનો પગ લપસતા તે તુંગભદ્રા નદીમાં ખાબકી હતી, જેને બચાવવા માટે એક પછી એક પાંચ લોકો નદીમાં કૂદ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આ તમામ લોકો પાણીમાં ડૂબી ગયા, પણ તે સગીરાને બચાવી લેવામાં આવી છે. મૃતક આસપાસના ગામડાઓના રહેવાસી હતા. રેસ્ક્યૂ ટીમ તેમની શોધખોળ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે સાંજે લગભગ ૪:૩૦ વાગ્યાની આસપાસ મંત્રાલયમ વિસ્તારમાં વહેતી તુંગભદ્રા નદીના કિનારે ઘણા લોકો હાજર હતા. એ સમયે એક સગીરા નદીના કિનારે પગ ધોઈ રહી હતી. અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે લપસીને સીધી નદીમાં પડી ગઈ. સગીરા નદીના પાણીમાં તણાવા લાગી હતી, નદીમાં સગીરાને વહેતી જાેઈને ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. કોઈને વિચારવાનો સમય જ મળ્યો નહીં. સગીરાનો જીવ જાેખમમાં હતો અને તેને બચાવવા માટે કેટલાક લોકો તરત જ નદીમાં કૂદી પડ્યા હતા. પણ પછી જે બન્યું એ જાણી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ.
સગીરાને બચાવવા માટે પહેલા એક વ્યક્તિ નદીમાં ઉતર્યો. પછી બીજાે, ત્રીજાે અને આમ કુલ ૫ લોકો તેને બચાવવાના પ્રયાસમાં નદીમાં કૂદી પડ્યા. આખરે સગીરાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. પણ આ દરમિયાન નદીનો તેજ પ્રવાહ એ ૫ લોકો પર ભારે પડી ગયો. જેમણે બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જાેખમમાં મૂક્યો, એ લોકો પોતે જ નદીમાં ફસાઈ ગયા.
થોડા જ સમયમાં એ ૫ લોકો ગુમ થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદીના કિનારે એકઠા થઈ ગયા. પરિવારજનો ચીસા-ચીસો પાડવા લાગ્યા. જે સગીરા માટે આ પાંચેયે પોતાનો જીવ જાેખમમાં મૂક્યો, તે તો બચી ગઈ, પણ ૫ પરિવારોમાં શોક છવાઈ ગયો. સગીરાને બચાવવા ગયેલા ૫ લોકો પાછા આવી શક્યા નહીં.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટના બાદ જીડ્ઢઇહ્લની ટીમોને બોલાવવામાં આવી હતી. નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને પાણીમાં ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરાઈ હતી. હજુ પણ તમામની શોધખોળ ચાલી રહી છે. વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, છોકરી નદીના કિનારે પગ ધોઈ રહી હતી ત્યારે લપસીને પાણીમાં પડી ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં ૫ લોકો નદીમાં ઉતર્યા અને દુર્ઘટનાનો શિકાર બન્યા. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને જીડ્ઢઇહ્લની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે.





