
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આંદ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભકતોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યુ હતું.
બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેન્કટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સિઝનમાં ખૂબ વધી ગઈ છે. ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભકતોએ માથું મૂંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા “કલ્યાણ કટ્ટા” એટલે કે મુંડન કેન્દ્રનો રેકોર્ડ બની ગયો છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓએ વાળના ચડાવવામાં થઈ રહેલા વધારાનું શ્રેય હાલની ગરમીને આપ્યું છે.માણસોના વાળને કાળું સોનું કહેવામા આવે છે અને દુનિયાભરના બજારોમાં એની ખૂબ ડિમાન્ડ છે.
TTD દર વર્ષે માણસોના વાળ વેચીને ૧૩૦ કરોડથી વધુ રૂપિયાની કમાણી કરે છે. શ્રધ્ધા સાથે સેવાનો અનેરો સંગમ કરાવે છે. અઢળક કમાણી જે મંદિરમાં સમાણી.





