
રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવાઈ વિદેશીઓ માટે ભારતમાં રહેવાના નિયમો બદલાયાં ૧૮૦ દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ, પ્રથમ વખત ઓનલાઈન અપીલની સુવિધાનો પણ અમલ શરૂ કરાયો કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો માટે ભારતમાં રહેવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ગૃહ મંત્રાલયે ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (સંશોધન) નિયમ, ૨૦૨૬’નું નોટિફિકેશન બહાર પાડીને રજિસ્ટ્રેશન અને અપીલ પ્રક્રિયાને સરળ બનાવી છે. નવા નિયમો અનુસાર, વિદેશી નાગરિકો હવે ભારતમાં તેમના રોકાણના ૧૮૦ દિવસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ સમયે રજિસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ ૧૮૦ દિવસ પૂરા થયાના ૧૪ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. હવે નિર્ધારિત સમય મર્યાદા પછી રજિસ્ટ્રેશન માત્ર ખાસ સંજાેગોમાં જ કરવામાં આવશે.સરકારે પ્રથમ વખત ઓનલાઈન અપીલની સુવિધા પણ દાખલ કરી છે. ર્નિણયથી નારાજગી હોય તો બ્યુરો ઓફ ઈમિગ્રેશનના કમિશનર પાસે ઓનલાઈન અપીલ કરી શકશે. આ અપીલ ઓર્ડર મળ્યાના ૩૦ દિવસની અંદર કરવાની રહેશે અને કમિશનરે ૬૦ દિવસની અંદર ર્નિણય લેવાનો પ્રયાસ કરવાનો રહેશે. વધુમાં, જાે માતા-પિતામાંથી કોઈ એક ભારતીય હોય અને બાળક માટે ભારતીય નાગરિકતા જાળવી રાખવા માંગતા હોય, તો તેમના પર વિદેશી રજિસ્ટ્રેશનના નિયમો લાગુ પડશે નહીં. જાેકે, ભારતમાં રહેતું કોઈ બાળક બીજા દેશની નાગરિકતા મેળવે, તો વાલીએ ૩૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન અધિકારીને જાણ કરવી પડશે, કેટલાક કિસ્સાઓમાં આ સમયગાળો માત્ર ૨૪ કલાકનો રહેશે. આ ફેરફારો માર્ચ ૨૦૨૫માં સંસદ દ્વારા પસાર કરાયેલા ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫’ હેઠળ કરવામાં આવ્યા છે. આ કાયદો જૂના અનેક કાયદાઓને એક મંચ પર લાવે છે. નવા કાયદા હેઠળ ગેરકાયદેસર રીતે કોઈ વિદેશીને ભારતમાં લાવવા કે વસાવવા બદલ ૩ વર્ષની જેલ અને ૨ થી ૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ભારતમાં પ્રવેશ માટે હવે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા ફરજિયાત છે.





