
સીઝન ૨ પ્રથમ સીઝનની ઘટનાઓ પછીની કથા આગળ વધારે છે લોકપ્રિય સિરીઝ ગ્રામ ચિકિત્સાલયની સીઝન ૨ ૨૩ જૂનથી જાેવા મળશે સીઝનમાં અમોલ પારાશર, આકાશ મખીજા, આનંદેશ્વર દ્વિવેદી, વિનય પાઠક, આકાંક્ષા રંજન કપૂર અને ગરિમા વિક્રાંત સિંહ ફરીથી પોતાનાં રોલમાં જાેવા મળશે પ્રાઇમ વીડિયોની કોમેડી-ડ્રામા સિરીઝ ગ્રામ ચિકિત્સાલયની બીજી સીઝનની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. નવી સીઝન ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દીમાં પ્રીમિયર થશે. ધ વાયરલ ફીવર દ્વારા નિર્મિત આ સિરીઝનું ડિરેક્શન લલિતમ તિવારીએ કર્યું છે અને વૈભવ સુમન તથા શ્રેયા શ્રીવાસ્તવે લખી છે.કલ્પિત ગામ ભાથકંડી પર આધારિત આ શો ડૉ. પ્રભાતની સફરને દર્શાવે છે, જે ગ્રામ્ય ભારતમાં આરોગ્યસેવાની સુવિધાઓ સુધારવાના પડકારોનો સામનો કરે છે. સીઝન ૨ પ્રથમ સીઝનની ઘટનાઓ પછીની કથા આગળ વધારે છે અને ગામના સંઘર્ષ કરી રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પુનર્જીવિત કરવા માટે ડૉ. પ્રભાતના પ્રયાસોને દર્શાવે છે. જેમ જેમ તે ગામલોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે, તેમ નવા અવરોધો સામે આવે છે, જે તેને આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચેનાં અંતરને સમજવા મજબૂર કરે છે.આ સીઝનમાં અમોલ પારાશર, આકાશ મખીજા, આનંદેશ્વર દ્વિવેદી, વિનય પાઠક, આકાંક્ષા રંજન કપૂર અને ગરિમા વિક્રાંત સિંહ ફરીથી પોતાનાં રોલમાં જાેવા મળશે. અભિનેતા દિનેશ લાલ યાદવ પણ આ નવી સીઝનમાં જાેડાયા છે. શોના ડિરેક્ટર લલિતમ તિવારીએ એક નિવેદનમાં જણાવ્યું કે નવી સીઝન પ્રથમ ભાગમાં ઉઠાવવામાં આવેલા વિષયોને વધુ વિસ્તૃત રીતે કહેશે. તેમણે કહ્યું, “ગ્રામ ચિકિત્સાલય સીઝન ૨ અમારા માટે માત્ર એક ગ્રામ્ય કોમેડી-ડ્રામા કરતાં ઘણી વધુ છે. પ્રથમ સીઝનથી જ અમારો હેતુ ગ્રામ્ય જીવનને તેની તમામ વાસ્તવિકતાઓ સાથે પ્રામાણિક રીતે રજૂ કરવાનો રહ્યો છે. નવી સીઝન આ દ્રષ્ટિને આગળ વધારે છે. તેમાં આરોગ્યસેવા પહોંચાડવાના પડકારો, ગામડાની અનોખી વિશેષતાઓ, સમુદાય વચ્ચેના ગાઢ સંબંધો અને ગ્રામ્ય જીવનની સહનશક્તિનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેને સુક્ષ્મ અને સંબંધિત પાત્રો દ્વારા જીવંત બનાવવામાં આવ્યું છે.”





