ડેટિંગના સમાચાર અંગે કર્યાે ખુલાસો પ્રીતિ ઝિન્ટા સાથે અફેરની ચર્ચા અંગે બ્રેટ લીએ ૧૬ વર્ષ બાદ તોડ્યું મૌન અમારી વચ્ચે ક્યારેય કોઈ રોમાન્ટિક સબંધ નહોતો, બંને એકબીજાના સારા મિત્રો રહ્યા છે અને તે પ્રીતિનું ખૂબ સન્માન કરે છે : બ્રેટલી
મુંબઈ: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ પૂર્વ બોલર બ્રેટ લી ચર્ચામાં રહેતા હોય છે. એક સમય હતો જયારે તેણે બૉલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ કમાલ કરી શક્યો નહોતો જાેકે, એ વખતે બ્રેટ લીની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા સાથે ડેટિંગની ચર્ચાઓએ જાેર પકડ્યું હતું. કેટલાય વર્ષાે સુધી આ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે ૧૬ વર્ષ બાદ ક્રિકેટરે મૌન તોડતા ડેટિંગની આ વર્ષાે જૂની અફવાઓ પર ખુલીને સ્પષ્ટતા કરી હતી. બ્રેટ લીએ જણાવ્યું કે અમારી વચ્ચે ક્યારેય કોઈ રોમાન્ટિક સબંધ નહોતો. બંને એકબીજાના સારા મિત્રો રહ્યા છે અને તે પ્રીતિનું ખૂબ સન્માન કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે બ્રેટ લીએ વાત કરતા જણાવ્યું કે પ્રીતિ સાથે તેમની મિત્રતા સારી છે અને તે સમયે જયારે તેઓ મિત્ર બન્યા ત્યારે પ્રીતિ પંજાબ કિંગ્સ ટીમની કો-પાર્ટનર હતી. તે અત્યંત સમજદાર મહિલા છે અને આ ખબરોથી ક્યારેય તેઓ મુશ્કેલીમાં નથી પડ્યા કેમ કે તેઓ સત્ય જાણતા હતા. લોકો જે પણ અટકળો લગાવે પણ તેની અસર તેના પર થવા દીધી નહોતી. ડિમ્પલ ગર્લ પ્રીતિ અને બ્રેટ લીના અફેરની અફવા ૨૦૦૮થી ૨૦૧૧ દરમિયાન ઉડી હતી. તે સમયે બ્રેટ લી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પંજાબ કિંગ્સ ટીમનો ભાગ હતા. મુંબઈના એક રેસ્ટોરામાં બંને સાથે દેખાયા બાદ અફવાએ જાેર પકડ્યું હતું. જાેકે, વર્ષ ૨૦૧૦માં જ પ્રીતિ ઝીન્ટાએ આ ખબરો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. પ્રીતિએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે દર વર્ષે બ્રેટ લી સાથે નામ જાેડવું જૂની વાત થઈ ગઈ છે, તેઓ ફક્ત સારા મિત્રો છે. અંગત જીવનની વાત કરીએ તો બ્રેટ લીએ ૨૦૦૬માં એલિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને એક દીકરો છે. જાે કે ૨૦૦૯માં બંને છુટા પડી ગયા હતા. ત્યારબાદ બ્રેટ લીએ ૨૦૧૪માં લાના એન્ડરસન સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને બે બાળકો છે. જયારે પ્રીતિ ઝીન્ટાએ ૨૦૧૬માં લોસ એન્જલસમાં જિન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૨૧માં સરોગસી દ્વારા તેઓ જાેડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. વર્ક ળન્ટની વાત કરીએ તો પ્રીતિ હવે આગામી ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ માં જાેવા મળશે. જે ૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.





