
બાળકો પ્રકૃત્તિમાં જઈને જ પ્રકૃતિ પ્રેમ શીખી શકશે : દિયા મિર્ઝા મને લાગે છે તમે જ્યારે માતા બનો છો ત્યારે તમારામાં ઘણું મોટું પરિવર્તન આવે છે : દિયા મિર્ઝા એક્ટર અને યુએન એન્વાયર્નમેન્ટ ગૂડવિલ એમ્બેસેડર દિયા મિર્ઝાએ એક્ટર અને લેખિકા સોહા અલી ખાન સાથે એક એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે એક ખાસ પોડકાસ્ટ કરી હતી. તેમાં બાળકોના ઉછેર વ્યક્તિગત મુલ્યો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ વિશે પણ વાતો કરી હતી. દિયા અને સોહાએ ચર્ચા કરી હતી કે કઈ રીતે માતા બન્યાં પછી તેમનો કુદરત સાથેનો નાતો ઘડાયો અને તેમના મુલ્યો તેમના બાળકો સુધી પહોંચશે. દિયાએ કહ્યું, “મને લાગે છે તમે જ્યારે માતા બનો છો ત્યારે તમારામાં ઘણું મોટું પરિવર્તન આવે છે. તમે દરેક ક્ષણ માટે બહુ જીવંત અને જાગૃત થઈ જાઓ છો. આવ્યાન જન્મ્યો એના બહુ પહેલાંથી હું પર્યાવરણ માટે બહુ જાગૃત હતી, પરંતુ એ આવ્યો પછી એ ભાવના વધુ બહાર આવવા લાગી. મને નથી લાગતું કે આપણે જ્યાં સુધી બાળકને પ્રકૃત્તિમાં લઇ જઇશું ત્યાં સુધી તે કુદરતને પ્રેમ કરવાનું, સન્માન કરવાનું અને તેની કાળજી લેવાનું શીખી શકશે. આવ્યાન પક્ષીઓના ગીતો વચ્ચે, પતંગિયા અને માખીઓ જાેતાં જાગે છે, આપણામાંથી કેટલાંક મોટો લોકોએ જાેયાં હશે એનાં કરતાં પણ વધુ જંગલ અને અભ્યારણો એણે ચાર વર્ષની ઉંમરે જાેઈ લીધા છે. અમે નિયમિત રીતે સાથે મળીને જંગલો અને હરિયાળા પ્રદેશોની મુલાકાત લેતા રહીએ છીએ, એ અનુભવોમાંથી તેણે કુદરતી દુનિયા સાથે ખરો નાતો બાંધી લીધો છે. ઘરમાં પણ અમે દાંતમાં બ્રશ કરતાં કે હાથ ધોતાં પાણીનો નળ બંધ કરવા જેવી બાબતોની આદત પાડીએ છીએ અને ધ્યાન રાખીએ છીએ. દરેક વખતે ભોજન પછી આવ્યાન, જેણે પણ એ ભોજન બનાવ્યું છે, જે ખેડુતોએ તે અનાજ વાવ્યું અને ધરતીનો આભાર માને છે. તેનાથી એ સમજી શકે છે કે એનું ભોજન, પાણી અને સાધનો ક્યાંથી આવે છે. અમે તેને એવા શહેરી વાતાવરણમાં ઉછેરી રહ્યા છીએ જ્યાં ભૌતિક વસ્તુઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે, છતાં અમે તેને વસ્તુઓ કરતાં જીવનનાં અનુભવોનું વધુ મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ.”





