
અરૂપ રોયને મળી નવી જવાબદારી TMC ના અધ્યક્ષ પદેથી મમતા બેનર્જીને હટાવી દીધા બેઠકમાં હાજર નેતાઓએ દાવો કર્યો કે પાર્ટીની પરંપરાનું પાલન કરતા નવી રાષ્ટ્રીય કાર્યકારિણીનું ગઠન કર્યું છે તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે બળવાખોર જૂથે સંગઠનાત્મક સ્તર પર મોટું પગલું ઉઠાવ્યું છે. પાર્ટીના બળવાખોર ધારાસભ્યોએ બેઠક યોજી મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. સાથે જ પાર્ટી મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. કોલકાતામાં આયોજિત એક ખાસ બેઠકમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ નવી કાર્યકારિણી બેઠક બનાવવાની જાહેરાત કરતા પૂર્વ મંત્રી અરૂપ રોયને ઓલ ઈન્ડિયા ચેરમેન નિયુક્ત કરી દીધા છે.
ઋતબ્રત બેનર્જીના નેતૃત્વમાં થયેલી આ બેઠકમાં ૨૦ સભ્યોવાળી વર્કિંગ કમિટીના ગઠનની પણ ઘોષણા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ કાર્યવાહીનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. જેના પર હાજર સભ્યોએ સહમતિ વ્યક્ત કરી છે.
કહેવાય છે કે બેઠક દરમિયાન પાસ થયેલા એક પ્રસ્તાવ દ્વારા અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રસ્તાવ પર કથિત રીતે બેઠકમાં હાજર તમામ નેતાઓએ સહીઓ કરી છે. બળવાખોર જૂથનો દાવો છે કે સંગઠનમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓને મજબૂત કરવા અને નેતૃત્વમાં બદલાવની માગને લઈ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
આ ઘટનાક્રમે પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવી હલચલ ઊભી કરી છે. જાે કે ટીએમસીના સત્તાવાર નેતૃત્વ તરફથી હજુ સુધી આ દાવા અથવા ર્નિણય પર કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી. રાજકીય જાણકારોનું કહેવું છે કે જાે આ વિવાદ વધશે તો તેની અસર રાજ્યના રાજકારણ પર પણ પડી શકે છે.
તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતાઓના જૂથે સોમવારે કોલકાતાના ન્યૂટાઉન સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં આયોજિત બેઠકમાં પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ કેટલાય મોટા ર્નિણય લીધા. વિધાનસભામાં બજેટ રજૂ થયા બાદ રીતાબ્રત બેનર્જી, ફિરહાદ હકીમ, અરૂપ રોય, જાવેદ ખાન અને રથિન ઘોષ સહિત કેટલાય નેતા આ બેઠકમાં જાેડાયા હતા.
બેઠકમાં હાજર નેતાઓએ દાવો કર્યો કે પાર્ટીની પરંપરાનું પાલન કરતા નવી રાષ્ટ્રીય કાર્યકારિણીનું ગઠન કર્યું છે. લાંબા સમયથી ખુદને અસલી ટીએમસી ગણાવતા રીતાબ્રત બેનર્જીના નેતૃત્વમાં થયેલી આ બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અરૂપ રોયને ઓલ ઈન્ડિયા ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ફિરહાદ હકીમ સહિત ૧૨ નેતાઓને નવી નેશનનલ વર્કિંગ કમિટીમાં સામેલ કર્યા છે.





