
ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક ડેનમાર્કમાં ‘ઇસ્લામીકરણ’ રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાય લગભગ પાંચ ટકા હિસ્સો ધરાવે છે, જે દેશનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે
ડેનમાર્ક સરકાર દેશમાં વધી રહેલા ‘ઇસ્લામીકરણ’ને અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, જેમાં હવે જાહેરમાં અદા કરાતી ‘અઝાન’ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક જણાય છે.સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા મોર્ટન બોડસ્કોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડેનમાર્કને ‘ઇસ્લામાબાદ’ જેવું બનવા દેવામાં આવશે નહીં. ડેનમાર્કની છતો પરથી અઝાનનો અવાજ સંભળાવો જાેઈએ નહીં, કારણ કે અહીં તેની કોઈ જગ્યા નથી. અહીં ફરતી વખતે લોકોને એવો અહેસાસ ન થવો જાેઈએ કે તેઓ કોઈ અન્ય દેશમાં આવી ગયા છે. વડાપ્રધાન મેટે ળેડરિક્સનની સરકાર સમગ્ર યુરોપમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન મુદ્દે સૌથી સખત વલણ અપનાવવા માટે જાણીતી છે. આ અંતર્ગત સરકારે અગાઉ પણ અનેક પગલાં લીધાં છે, જેમાં જાહેર સ્થળોએ ચહેરો સંપૂર્ણ ઢાંકતા બુરખા પર પ્રતિબંધ મૂકાયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં બનાવેલા ‘પ્રાર્થના ખંડો’ નહીં રાખવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાય લગભગ પાંચ ટકા હિસ્સો ધરાવે છે, જે દેશનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે. તાજેતરના વર્ષાેમાં ડેનમાર્ક સહિત સમગ્ર યુરોપમાં પ્રવાસીઓ વિરોધની ભાવનાઓમાં વધારો થયો છે, જેના કારણે ધાર્મિક પરંપરાઓ અને પ્રથાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.





