
એક કલાકારનું મુખ્ય કામ પાત્રને વિશ્વસનીય રીતે રજૂ કરવાનો છે રોલ સારો હોવો જાેઈએ, ઉંમરથી કોઈ ફેર નથી પડતો : મૌની રોય વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો
વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો. તેના માટે તેણે ઘણી ટ્રોલિંગ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે મૌનીએ કહ્યું છે કે તેણે આ રોલને ઉમરની દૃષ્ટિએ જાેયો જ નહોતો, તેણે તો પાત્ર કેવું છે એ જાેયું હતું. આ અંગેની ટીકા અને તેના ર્નિણય પર ઉઠતા સવાલો અંગે મૌનીએ કહ્યું કે કેટલાંક લોકોએ તેને આ રોલ ન કરવાની સલાહ આપી હતી. તેને એવું પણ કહેવાયું હતું કે આ ઉંમરે એક માનો રોલ કરવાથી તેની ઇમેજ પર અસર થઈ શકે છે. પરંતુ મૌની માને છે કે ફિલ્મમાં રોલ કેટલો મહત્વનો છે એ મહત્વનું છે. આ ટીકાનો જવાબ આપતાં મૌનીએ કહ્યું, “લોકોએ મને કહ્યું, તું વરુણની માતાનો રોલ કેમ કરે છે? તું ગાંડી થઈ ગઈ છું?” મૌનીએ કહ્યું કે તેને આ વાતોથી કોઈ ફરક ન પડ્યો, તેને એક એક્ટર તરીકે જે યોગ્ય લાગ્યું એ જ એણે કર્યું હતું. મૌનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે પોતાના પાત્રોની પસંદગી કરતી વખતે ઉંમર, સ્ક્રીન ઈમેજ અથવા લોકો શું કહેશે તેની ચિંતા કરતી નથી. તેનાં માટે સૌથી મહત્વની બાબત એ છે કે પાત્રમાં અભિનય માટે પૂરતી તક અને ગહનતા હોવી જાેઈએ.મૌનીએ કહ્યું કે તેણે હંમેશાં ગ્લેમર અથવા સ્ટાર ઈમેજ કરતાં અભિનયને પ્રાથમિકતા આપી છે. તેનાં મતે, એક કલાકારનું મુખ્ય કામ પાત્રને વિશ્વસનીય રીતે રજૂ કરવાનો છે, પછી ભલે તે પાત્રની ઉંમર, સ્વભાવ અથવા સંબંધો વિશે લોકો શું વિચારે. તેણે વધુમાં જણાવ્યું, “જાે પાત્ર સારું હોય, તો મને બીજી કોઈ વાતની પરવા નથી.” મૌનીના જણાવ્યા મુજબ, અર્થપૂર્ણ અને પડકારજનક ભૂમિકાઓ તેને વધુ આકર્ષે છે અને તે પરંપરાગત ધારણાઓમાં બંધાઈને કામ કરવા માંગતી નથી. મૌનીએ એ પણ ભારપૂર્વક કહ્યું કે તેણે ક્યારેય બહારના લોકોના અભિપ્રાયો અથવા સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓને પોતાના કારકિર્દી સંબંધિત ર્નિણયો પર અસર કરવા દીધી નથી. તેમના માટે સારો અભિનય અને મજબૂત પાત્રો જ સૌથી મોટી પ્રેરણા છે.





