TMC માં મોટી મહાભારત બળવાખોર નેતાઓએ પાર્ટી કાર્યાલય પર કબજાે કર્યો વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો તૃણમૂલ કોંગ્રેસ પર કંટ્રોલ કરવાને લઈ ચાલી રહેલી લડાઈ શુક્રવારે ત્યારે એક નવા પડાવ પર પહોંચી ગઈ, જ્યારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો. તેના એક દિવસ પહેલા જ તેમણે ચૂંટણી પંચ સામે પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો ઠોક્યો હતો.
મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલું આ કાર્યાલય વર્ષ ૨૦૨૨માં પાર્ટીનું અસ્થાયી મુખ્યાલય રહ્યું છે. ઈએમ બાઈપાસ પર આવેલા પાર્ટીના જૂના કાર્યાલયમાં નવીનીકરણનું કામ થતું હોવાના કારણે ટીએમસીએ કાર્યાલયને અહીં શિફ્ટ કર્યું હતું.
આ જગ્યા પર કબજાે કરી બળવાખોર જૂથે મમતા બેનર્જીના નેતૃત્વવાળા જૂથ સાથે વધતી લડાઈની વચ્ચે પોતાની સંગઠનાત્મક વૈધતાના દાવાને મજબૂત કરવાની કોશિશ કરી. ઋતબ્રતે ફિરહાદ હકીમ, જાવેદ ખાન, સંદીપન સાહા અને અખરુઝ્ઝમા જેવા સિનિયર નેતાઓ સાથે કાર્યાલયમાં આવ્યા અને ત્યાં એક બેઠક યોજી. તેમણે દાવો કર્યો કે, તેમનું જૂથ જ અસલી ટીએમસીનું પ્રતિનિધિત્વ કરે છે. જૂથના નેતાઓએ કહ્યું કે, તેમણે આ જગ્યાના માલિકો સાથે જરૂરી ડિલ પૂરી કરી લીધી છે અને હવેથી તેઓ આ કાર્યાલયથી કામ કરશે.
અખરુઝ્ઝમાએ પત્રકારોને કહ્યું કે, અમે ટીએમસી છીએ અને આ કાર્યાલય ટીએમસીનું છે. પાર્ટી અને આ કાર્યાલયની વચ્ચે એક ભાવનાત્મક જાેડાણ છે. આ ઘટનાક્રમ ઋતબ્રતના જૂથ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના વફાદાર જૂથની વચ્ચે વધતી ખેંચતાણની વચ્ચે છે. હાલની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ બંને પક્ષ ખુદને અસલી ટીએમસી ગણાવી રહ્યા છે.
જાે કે અત્યાર સુધીના ટકરાવે સંગઠન પર દબાણ, પ્રસ્તાવો અને કાનૂની તર્કોને મર્યાદિત કર્યા હતા. પણ શુક્રવારે જે પગલું ભર્યું તે રાજકીય રીતે મહત્ત્વનું છે. બળવાખોર જૂથ આ કાર્યાલયમાં પોતાની હાજરી નોંધાવા માગે છે. જ્યાંથી પાર્ટી ૨૦૨૨માં કામ કરી રહી છે





