ભારતીય નેવીને ૧૫ જ્યારે આર્મી અને એરફોર્સને ૮-૮ ડ્રોન સોપાશે અમેરિકાએ ઇરાન સામે ઉપયોગમાં લીધેલા રીપર ડ્રોન ભારત ખરીદશે આ ડ્રોન અત્યંત આધુનિક માનવામાં આવે છે કેમ કે તેની ઉડાન ક્ષમતા ૪૦ કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે ભારતીય શસ્ત્ર દળો દુશ્મન દેશો પર નજર રાખવા માટે પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. જે માટે ભારત અમેરિકા પાસેથી ૩૧ એમક્યૂ-૯ રીપર ડ્રોનની ખરીદી કરવા જઇ રહ્યું છે. અમેરિકા સાથે કરારો મુજબ ભારતીય નેવીને ૧૫ જ્યારે આર્મી અને એરફોર્સને ૮-૮ ડ્રોન સોંપવામાં આવશે.આ ડ્રોન અત્યંત આધુનિક માનવામાં આવે છે કેમ કે તેની ઉડાન ક્ષમતા ૪૦ કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે જેને પગલે માનવયુક્ત વિમાનોની સરખામણીએ વધુ સમય સુધી અત્યંત સંવેદનશીલ સરહદોએ તેમજ સમુદ્રી વિસ્તારમાં દુશ્મનો પર નજર રાખવા વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ ડ્રોનનો ઉપયોગ અમેરિકા ઇરાનની સામે કરતુ આવ્યું છે. જાેકે મિડલ ઇસ્ટના સંઘર્ષમાં ઇરાને અમેરિકાના આ આશરે ૩૦ જેટલા એમક્યૂ-૯ રીપર ડ્રોન તોડી પાડયા છે. જ્યારે ૪૨ જેટલા વિમાન ખોઇ નાખ્યા છે. રીપર મુખ્યત્વે ધીમી ગતીએ પરંતુ ઉંચાઇ પર ઉડનારુ ડ્રેન માનવામાં આવે છે. દુશ્મન દેશોના એવા હવાઇ ક્ષેત્રો કે જ્યાં બહુ જ ઓછી ચહલ પહલ હોય ત્યાં આ ડ્રોન મદદરૂપ માનવામાં આવે છે. બીજી તરફ સૈન્યને આધુનિક બનાવવાની દિશામાં વધુ એક પગલુ ભરાયું છે, સૈન્ય ૪૫૦ જેટલા નવા એમ૪ વેરિઅન્ટના રોકેટ લોન્ચર્સ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. કાર્લ ગુસ્તાફ ૮૪એમએમ નામના આ રોકેટ લોન્ચર્સને સૈનિકો પોતાના ખભા પરથી જ લોન્ચ કરી શકે એટલા હળવા માનવામાં આવે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં તૈનાત સૈનિકો માટે આ હથિયાર બહુ જ ઉપયોગી સાબિત થશે. કાર્લ ગુસ્તફ એમ૪નું વજન માત્ર સાત કીલો હોય છે. આ પહેલાનું વર્ઝન ૧૪ કીલો એટલે કે ડબલ વજન ધરાવતું હતું.





