રેખાના વર્તન વિશે કહી વાત ‘ઉત્સવ’ ફિલ્મના બોલ્ડ શૂટિંગ અંગે શેખર સુમનનો ખુલાસો રેખાએ એ સમયે મને ક્યારેય કહ્યું નહોતું કે મને અડતા નહીં કે, હું કોઈ પ્રકારના રીટેક નહીં આપું બોલિવૂડના એક્ટર શેખર સુમને પોતાની એક સમયની એડલ્ટ અને કલ્ટ ફિલ્મ ‘ઉત્સવ’ને લઈને એક મહત્ત્વનો ખુલાસો કર્યાે છે. વાત એ સમયની છે જ્યારે એક્ટ્રેસ રેખા એ સમયની સૌથી સફળ અભિનેત્રી હતી અને શેખર એક નવા કલાકાર તરીકે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. ફિલ્મ શુટિંગની લઈને વાત કરતા શેખર સુમને કહ્યું હતું કે, રેખાએ એ સમયે મને ક્યારેય કહ્યું નહોતું કે મને અડતા નહીં કે, હું કોઈ પ્રકારના રીટેક નહીં આપું. એમનો વ્યવહાર સંપૂર્ણ રીતે એક એક્ટ્રેસ તરીકે પ્રોફેશનલ હોવો જાેઈએ એવો જ પ્રોફેશનલ હતો. આ જ ફિલ્મથી શેખર સુમને પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રેખા લીડ રોલ પ્લે કરી રહી હતી. શેખરે કહ્યું કે, મોટા કલાકારો જ્યારે સેટ પર આવે છે ત્યારે તે પોતાના સ્ટારડમની એસર સેટ પર દેખાડતા હોય છે પણ મારો અનુભવ રેખા સાથે એવો રહ્યો નથી. રેખાનો સ્વભાવ બિલકુલ અલગ છે.એ મારી સાથે બેસતા, વાતો કરતા. આ વાચતીચ એમને પણ સહજ લાગતી હતી.કદાચ આ જ કારણે કેમેરા સામે એક્ટિંગ કરવાનું કામ મારા અને એમના માટે આસાન થઈ ગયું હશે. જ્યારે કોઈ એક્ટર પોતાની સાથે અનેક પ્રકારના તામજામ લઈને ફરતો હોય છે અને કહેતો હોય છે કે, પણ ક્યારેક આ વસ્તુ એક પ્રોબ્લેમ સમાન બની જાય છે. કારણ કે, આસપાસ એટલા લોકો હોય છે જે આપણી જ દેખરેખ કરતા હોય છે, તમારા પાસેથી આશા રાખીને બેઠા હોય છે. એવા પણ કલાકારો હોય છે જે ઈચ્છતા હોય છે કે, ખૂણામાં બેસીને તે મોટા કલાકારોના સ્ટારડમ જાેતા રહે. આવા તમામ પાસાઓથી રેખા દૂર રહ્યા હતા.એ શાંતિથી મારી પાસે બેસતા હતા અને સહજપણું ફીલ કરાવતા હતા.આ જ કારણે હું શોટ આપતા પહેલા સહજ મહેસૂસ કરતો હતો. ફિલ્મ નિર્માતા ગીરીશ કર્નાડે કહ્યું હતું કે, તું માત્ર એક પાત્ર પ્લે કરે છે.એ રેખા છે એવું બિલકુલ ન માનતો. ફિલ્મના કેટલાક અતરંગી શૂટ દરમિયાન પણ કોઈ પ્રકારની આનાકાની પણ કરી નહોતી. એક સ્ટાર કલાકાર તરીકે હોવા છતા તેમણે મને ક્યારેય એવું નથી કહ્યું કે, અહીંયા કે ત્યાં હાથ ન લગાવતા. આ હતો રેખાનો એક પ્રોફેશનલ અંદાજ. આમ પણ રેખા પોતાના સાથી કલાકારો સાથે ખૂબ જ ળેન્કલી વ્યવહાર કરવા માટે જાણીતી એક્ટ્રેસ છે. સેટ પર ક્યારેય સ્થિતિ એવી થઈ જાય તો પણ તેઓ આરામથી તેને ટેકલ કરી લેતા અને ફરી શોટ આપવા માટે પણ તૈયાર થઈ જતા. સેટ પર એના બિહેવીયરને લઈને માત્ર શેખર જ નહીં અન્ય મોટા કદના કલાકારો પણ એમની ફીલ ગૂડ, ફીલ ઈઝી પોલિસીના વખાણ કરી ચૂક્યા છે.





