
Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ત્રણ શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન થયું છે. તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. 39.9 ડિગ્રીમાં રાજકોટ શેકાયું તો ભૂજમાં 39.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધીને 39.5 ડિગ્રી પર પહોંચ્યો છે. તો વડોદરા અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તો વડોદરા, ડિસા, સુરત, વલ્લભવિદ્યાનગરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.
વિશ્વ હવામાન સંસ્થા (WMO) એ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અલ નીનો વર્ષ 2023-24માં તેની ટોચ પર પહોંચી ગયો છે. આ આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે. યુએન એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે.