મિનિષા લાંબાએ યાદ કરી ડેબ્યૂ ફિલ્મ ‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : મિનિષા લાંબા ૨૯ જુલાઈ, ૨૦૦૫ના રોજ રિલીઝ થયેલી ‘યહાં’ના તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના અભિનય માટે વખાણ થયા હતા અભિનેત્રી મિનિષા લાંબાએ પોતાની પ્રથમ ફિલ્મ ‘યહાં’ના ૨૧ વર્ષ પુરા થતાં ભાવુક પોસ્ટ શેર કરી છે. વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી આ ફિલ્મને યાદ કરતાં તેણે દિગ્દર્શક શૂજિત સરકારનો આભાર વ્યક્ત કર્યાે અને કહ્યું કે આ ફિલ્મે તેનાં જીવન અને કારકિર્દીની દિશા જ બદલી નાખી.“‘યહાં’ (૨૦૦૫)… શૂજિત સરકારની ફિલ્મ. ૨૧ વર્ષ બાદ… મને ‘અદા’નું પાત્ર ભજવવાની તક આપવા બદલ તમારો આભાર. આ ફિલ્મે મારા જીવનની દીશા બદલી નાખી. ફિલ્મના દરેક સીન અમારી પ્રથમ ફિલ્મ સાથે જાેડાયેલી સુંદર યાદોથી ભરેલા છે અને જિમ્મી શેરગિલ આ ફિલ્મમાં કેટલા હેન્ડસમ લાગતા હતા!”૨૯ જુલાઈ, ૨૦૦૫ના રોજ રિલીઝ થયેલી ‘યહાં’ના તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના અભિનય માટે વખાણ થયા હતા. ફિલ્મોથી થોડા સમયના વિરામ બાદ મિનિષા સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ‘બિગ બોસ ૮’માં સ્પર્ધક તરીકે જાેવા મળી હતી. આ સિઝનમાં ગૌતમ ગુલાટી જીત્યો હતો. તાજેતરમાં મિનિષા ફિલ્મ ‘ડબલ દી ટ્રબલ’માં જાેવા મળી હતી, જેમાં તેણે ધર્મેન્દ્ર, ગિપી ગ્રેવાલ, ગુરપ્રીત ઘુગી, કુલરાજ રંધાવા અને પૂનમ ઢિલ્લોન સાથે સ્ક્રીન શેર કરી હતી.





