વિરાટ કોહલીનું રિએક્શન વાયરલ રોહિત શર્મા બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી પ્રથમ વનડે મેચ બાદ હોટેલ પર પાછા ફરતી વખતે બસમાંથી નીચે ઉતરતી વખતે રોહિત શર્મા પડી ગયો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સદભાગ્યે તેને કોઈ ઈજા થઈ નથી. આ દરમિયાન વિરાટ કોહલી જે નીચે ઊભો હતો, તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી હતી. આ મેચમાં કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી, જ્યારે કુલદીપ યાદવે ૪ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર રોહિત શર્માના બસમાંથી પડવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે હિટમેન બસમાંથી નીચે ઉતરતી વખતે પગથિયાં પરથી લપસી જાય છે અને નીચે પડે છે. ઘટનાસ્થળે હાજર એક પોલીસ અધિકારી અને કેટલાક સ્ટાફ સભ્યોએ તાત્કાલિક મદદ કરી અને રોહિત શર્માને ઊભા કરવામાં મદદ કરી. સદભાગ્યે, રોહિતને કોઈ ઈજા થઈ નથી. કેટલાક ખેલાડીઓ પહેલાથી જ નીચે ઉતરી ચૂક્યા હતા અને ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા માટે હોટેલનો સ્ટાફ બહાર ઊભો હતો. બધા તાળીઓ પાડી રહ્યા હતા, પરંતુ વિરાટ કોહલીનું ધ્યાન રોહિત શર્મા તરફ ગયું. તે પાછળ ફરીને રોહિતને જાેઈ રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારતને ૨૯૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતા રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જાેડીને કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી. આ જાેડીએ પ્રથમ વિકેટ માટે ૧૨ ઓવરમાં ૭૪ રન જાેડ્યા. રોહિત શર્માએ સારી શરૂઆત કરી અને બે ચોગ્ગા તથા ત્રણ ગગનચુંબી છગ્ગાની મદદથી ૩૨ રન બનાવ્યા, પરંતુ તે આ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નહીં. તે અલ્ઝારી જાેસેફનો શિકાર બન્યો. ત્યારબાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો અને કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ૧૫૧ રનની ભાગીદારી નોંધાવી, જેણે ટીમને જીત તરફ દોરી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ સદી ફટકારી. ગિલ ૧૧૦ રન બનાવીને આઉટ થયો, જ્યારે કોહલીએ ૧૩૯ રનની અણનમ ઇનિંગ્સ રમી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વન-ડે (ODI) મેચ બુધવાર, ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાશે.




