૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં બીજા સ્થાને ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ શૂટર ઇશા સિંહે ભારતને એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ૯મા દિવસનો પહેલો મેડલ અપાવ્યો છે
શૂટર ઇશા સિંહે ભારતને એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ૯મા દિવસનો પહેલો મેડલ અપાવ્યો છે. તે સોમવારે વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં બીજા સ્થાને રહી. ચીનની ખેલાડીએ શૂટઓફ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો.
ઇશાએ ૫૮૦ અંક સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. જ્યારે, મનુ ભાકર (૫૭૯ અંક) બહાર થઈ ગઈ છે. વળી, ટીમ ઇન્ડિયા ૧૭૨૭ અંક સાથે ૫મા સ્થાને રહી. હાલમાં, ભારત મેડલ ટેલીમાં ૧૨મા સ્થાને છે. ભારત પાસે ૩૮ મેડલ છે. જેમાં ૪ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ સામેલ છે.
શૂટિંગના ૨૫ મીટર એર પિસ્તોલ ફાઇનલ ઇવેન્ટમાં ઇશા સિંહે સિલ્વર મેડલ જીતી લીધો છે. તે માત્ર એક અંકના તફાવતથી ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ. ઇશા અને ચીની એથલીટ છેલ્લી સિરીઝ બાદ ૩૮-૩૮ થી બરાબરી પર હતા. શૂટઓફમાં પણ ૪ શોટ્સ બાદ બંને એથલીટ બરાબરી પર હતા, પરંતુ ઇશા છેલ્લો શોટ મિસ કરી ગઈ અને ખૂબ જ રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ.
૨૦૨૬ એશિયન ગેમ્સમાં આજે ૧૦મો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ ૧૩ અલગ-અલગ રમતોમાં ભાગ લેશે અને આજે ભારતના ખાતામાં વધુ મેડલ આવી શકે છે. ૨૮ સપ્ટેમ્બરે એથલેટિક્સ, શૂટિંગ અને કુરાશ સહિત અન્ય ઘણી રમતોમાં ભારત મેડલ જીતી શકે છે. આજે વિશેષ રૂપે એથલેટિક્સમાં મેડલનો વરસાદ થઈ શકે છે. ભારતે ૯મા દિવસે કુલ ૭ મેડલ જીત્યા હતા.
આજે ડિસ્કસ થ્રોથી લઈને લોંગ જમ્પ, જેવલિન થ્રોમાં રોહિત યાદવ પાસેથી ઘણી આશાઓ હશે. વળી ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટર ઉપરાંત સ્ટીપલચેઝમાં પણ ભારતના ખેલાડીઓ દાવેદારી રજૂ કરવાના છે. ૪ ટ ૪૦૦ મીટર રિલે ફાઇનલ મહિલા ઇવેન્ટમાં ભારતીય ટીમ ફાઇનલ રમશે. બોક્સિંગમાં ૩ ક્વાર્ટરફાઇનલ મેચ રમાશે અને આ ત્રણેયમાં ભારતીય બોક્સરોને જીત મળે છે તો ભારતના ૩ મેડલ પાકા થઈ જશે. કુરાશમાં પિંકી બલહારા એક્શનમાં હશે.




