NEET પેપર લીક વિવાદ અભિનેતા સલમાન ખાન અને ઈમરાન ખાન વિદ્યાર્થીઓના સમર્થનમાં આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું : સલમાન નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલીવુડ ક્ષેત્રમાંથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાન સહિત દેશના અનેક જાણીતા કલાકારોએ આ મુદ્દે પોતાના અવાજ બુલંદ કર્યા છે.વિદ્યાર્થીઓના આંદોલન અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાને લખ્યું કે, ‘આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘાયલ થયા છે તેમને જાેઈને મારું દિલ ખૂબ દુ:ખી છે. પેપર લીક એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ માટે આપણા દેશના વિદ્યાર્થીઓ એકજૂથ થયા છે અને તેમના પેરેન્ટ્સે પણ તેમને સાથ આપ્યો તે જાેઈને મને ખુશી થઈ.’પોતાની વાત આગળ વધારતા સલમાને કહ્યું કે, ‘હું તેમના આ કદમની ખરેખર પ્રશંસા કરું છું. વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા અને સખત મહેનત કરીને પોતાનું ફ્યુચર બનાવવા અને એક શ્રેષ્ઠ, શિક્ષિત ભારતના નિર્માણ પ્રત્યે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. આ આંદોલન જ સાચો રસ્તો છે. વિદ્યાર્થીઓએ તેને સાચી રીતે કર્યું. તેઓ ખૂબ સાહસી અને બહાદુર છે. એજ્યુકેશન માટે મોટિવેટેડ આ જનરેશન ભારતનું નામ રોશન કરશે.’અભિનેતા આમિર ખાનના ભાણેજ અને એક્ટર ઈમરાન ખાન પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા હતા. તેમણે રૂબરૂ જઈને વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.અભિનેત્રી આયશા ખાને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યાંથી પોલીસે તેમની અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કર્યા હતા. આ સિવાય શબાના આઝમી, પ્રકાશ રાજ, ગુરફતેહ સિંહ પીરઝાદા, પ્રતિભા રાંટા, સોનાક્ષી સિંહા, ઋતિક રોશન, નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ પણ વિદ્યાર્થીઓની માંગણીઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.





