ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે પરશુરામ બનવા વિક્કી કૌશલ ૨૫ કિલો વજન વધારશે ‘મહાવતાર’ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે
‘મહાવતાર’ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ પચ્ચીસ કિલો વજન વધારવાનો છે.અગાઉ ૨૦૨૫માં ‘છાવા’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને ન્યાય આપવા વિક્કી કૌશલે તેનું વજન ૮૦ કિલોમાંથી વધારીને ૧૦૫ કિલો કર્યું હતું.‘મહાવતાર’ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે.આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ તેનું વજન ૨૫ કિલો વધારવા માટે તેના ફીટનેસ કોચ તેજસ લાલવાની સાથે ફરી કામ કરશે. લાલવાનીએ છાવામાં વિક્કીને વજન વધારી આપ્યું હતું. પરશુરામના પાત્રની અજેયતા અને અમરતાને અસરકારક રીતે ઉપસાવવા વિક્કી કૌશલ સઘન શારીરિક તાલીમ લેશે.વિક્કી કૌશલને તેનું વજન વધારવા માટે રોજ અઢીસોથી પાંચસો કેલરી ધરાવતો ખોરાક લેવો પડશે અને સ્નાયુઓને યોગ્ય રીતે વિકસાવવા માટે રોજ ફરજિયાત આઠ કલાકની ઉંઘ લેવી પડશે. વિક્કી કૌશલે પરશુરામની પરશુ ચલાવવા માટે પણ ખાસ તાલીમ લેવી પડશે.





