આમ આદમ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે લોકો પોતાની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી (E-20) પેટ્રોલના લીધે ભારે પરેશાન થઈ રહ્યા છે. દેશની અંદર ધીમે ધીમે લોકોને સમજાઈ રહ્યું છે કે તેમની ગાડીઓ E-20 પેટ્રોલથી ચલાવવા માટે બની નથી. એટલા માટે હવે ગાડીઓમાં પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઘણાં એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી અને તમામ લોકોનું કહેવું છે કે જૂની પેટ્રોલ ગાડીઓમાં ઈ-ટ્વેન્ટી પેટ્રોલ વાપરી શકાય નહીં. જો આ ઈંધણ વાપરવામાં આવે તો ગાડીઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, જેમ કે સ્ટાર્ટઅપના પ્રોબ્લેમ અને સ્ટાર્ટ થાય ત્યારે સ્પાર્ક પ્લગના પ્રોબ્લેમ. આવી અનેક સમસ્યાઓનો સામનો વાહનચાલકો કરી રહ્યા છે. કરોડથી વધુ પેટ્રોલ ગાડીઓમાં હવે ધીમે ધીમે આ પ્રશ્નો આવી રહ્યા છે. દેશના લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાથી, પેટ્રોલ ભરાવતા હોવા છતાં પણ વાહનચાલકોને ચિંતાનો અહેસાસ થવા લાગ્યો છે. સરકારે કોઈને પણ પૂછ્યા વગર અને ટેકનિકલ ફેરફાર કર્યા વગર જ કંપનીઓ સાથે મળીને આ મોટો ફેરફાર લાદી દીધો છે, જેનો વિરોધ હવે ગુજરાત અને આખા દેશમાં થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર સરકાર સામે માંગણી કરી રહી છે કે આ ઈ-ટ્વેન્ટી પેટ્રોલ બંધ થવું જોઈએ.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ સમસ્યાના વિરોધમાં પાર્ટી દ્વારા આવતીકાલે દિલ્હીની અંદર એક ‘ટાઉન હોલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટાઉન હોલમાં દિલ્હીથી તો લોકો જોડાશે જ, સાથે સમગ્ર દેશમાંથી વર્ચ્યુઅલ અને ફિઝિકલ માધ્યમથી લોકો જોડાવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં આમ આદમ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે તેઓ ભાગ લેશે. જેમને એવું લાગે છે કે E-20 પેટ્રોલ બંધ થવું જોઈએ અને લોકોને યોગ્ય વિકલ્પ મળવો જોઈએ, તેઓ આમાં જોડાશે. જે લોકો E-20 વાપરવા માંગતા હોય તેઓ વાપરી શકે, અને જેમને લાગે કે તેમની ગાડી માટે સાદું પેટ્રોલ યોગ્ય છે, તેમને સાદું પેટ્રોલ વાપરવાનો વિકલ્પ મળવો જોઈએ. આના માટે આવતીકાલે દિલ્હીમાં જે ટાઉન હોલ થવા જઈ રહ્યો છે, તેમાં ભેગા થવું એ લોકતંત્રની તાકાત અને લોકોનો અવાજ છે. માત્ર એક વખત મતદાન કરવાથી જનતાની જવાબદારી પૂરી નથી થઈ જતી; લોકોનો અવાજ સાંભળવો અને તેમના અધિકારો આપવા એ સરકારોની જવાબદારી છે. આ વાત આજે દેશના લોકો ઈચ્છી રહ્યા છે. તેથી ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને વિનંતી છે કે આવતીકાલે તેઓ સોશિયલ મીડિયા કે ઓનલાઈન લિંકના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાય. આપણે સરકારને બતાવવાની કોશિશ કરીએ કે જનતાના જે પ્રશ્નો છે તેનું સમાધાન લાવવું પડશે. ઓનલાઈન માધ્યમથી લિંક મળી જશે, તેથી સૌ મોટી સંખ્યામાં જોડાય એવી પ્રાર્થના.





