અચાનક ધસી પડી ઈમારતો, ચારેબાજુ ચીસાચીસ! કોલંબિયામાં ભૂકંપ બાદ ૧૩૨ના મોત, ૬ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ ભૂકંપનું કેન્દ્ર બોગાટાથી લગભગ ૪૦૦ કિલોમીટર પશ્ચિમમાં સાન જાેસ ડેલ પાલ્મર નજીક હતું. ભૂકંપની તીવ્રતા ૬.૬ નોંધાઈ હતી
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યાે છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ૭.૪ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૧૩૨ પર પહોંચી ગયો છે, જ્યારે ૫૭૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે.કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી.કોલંબિયાના પ્રમુખે બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં ૧,૫૭૫ મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના ૬ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.આ ભૂકંપની અસર રાજધાની બોગાટામાં જ નહીં પરંતુ પડોશી વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ જાેવા મળી હતી.કોલંબિયાના નેશનલ યુનિટ ફોર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બોગાટાથી લગભગ ૪૦૦ કિલોમીટર પશ્ચિમમાં સાન જાેસ ડેલ પાલ્મર નજીક હતું. ભૂકંપની તીવ્રતા ૬.૬ નોંધાઈ હતી. અધિકારીઓ હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે ઘણી ઇમારતોને માળખાકીય નુકસાન અને કેટલાક સ્થળોએ લોકોને ઇજાઓ થઈ છે. ચોકોના ગવર્નર નુબિયા કેરોલિના કોર્ડાેબા કુરીએ પુષ્ટિ કરી છે કે ભૂકંપને કારણે અનેક લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય રાજધાની ક્વિબ્ડોમાં પણ ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.આ ઉપરાંત અધિકારીઓએ લોકોને આફટરશોક અંગે સતર્ક રહેવાની સલાહ આપી છે. સ્થાનિક સત્તાવાળાઓ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ ભૂકંપ પછી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમારતો અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નિરીક્ષણ ચાલી રહ્યું છે. હાલમાં, વહીવટીતંત્ર નુકસાન અને ઘાયલો અંગે વધુ માહિતી એકત્રિત કરી રહ્યું છે.





