એકની અટકાયત કરવામાં આવી સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, નિહંગે કિરપાણથી કર્યો એટેક શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર નાંદેડ સ્થિત ગુરૂદ્વારા માતા સાહિબમાં હુમલો
મહારાષ્ટ્ર સ્થિત નાંદેડમાં શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો છે. બાદલ પરિવારની સાથે ત્યાં ગયા હતા. તેમના પર હુમલો નાંદેડમાં ગુરૂદ્વારા માતા સાહિબ કૌરમાં એક નિહંગે કિરપાણથી કર્યો છે.
જાણકારી પ્રમાણે બાદલના હાથમાં ઈજા થઈ છે. કહેવામાં આવ્યું કે ચર્ચા વચ્ચે કિરપાણથી સુખબીર પર હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
હુમલામાં સુખબીર સિંહ બાદલને ડાબા હાથમાં ઈજા થઈ છે. તેમની સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારી પણ ઈજાગ્રસ્ત થવાની જાણકારી સામે આવી છે.
આ સંદર્ભમાં નાંદેડ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર નાંદેડ ગુરૂદ્વારાની અંદર એક નિહંગે હુમલો કર્યો. હાથમાં ઈજા થયા બાદ સુખબીર સિંહ બાદલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કોઈ વાતની દલીલ દરમિયાન આરોપીએ કિરપાલથી સુખબીર સિંહ બાદલ પર હુમલો કર્યો. પરંતુ ઘટનાનું કારણ સામે આવ્યું નથી. પોલીસે હુમલા બાદ જસપાલ સિંહની અટકાયત કરી છે.
પોલીસ પ્રમાણે પૂછપરછ દરમિયાન જસપાલ સિંહે જણાવ્યું કે તેણે ફક્ત એટલા માટે હુમલો કર્યો કારણ કે તેને એવું લાગ્યું હતું. પરંતુ પોલીસ આરોપીના આ નિવેદનથી સંતુષ્ટ નથી. પોલીસે હુમલા બાદ આરોપીની અટકાયત કરી છે.
આ પહેલા પર સુખબીર સિંહ બાદલ પર હુમલો થઈ ચુક્યો છે. ડિસેમ્બર ૨૦૨૪મા અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર ગોળી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના તે સમયે બની હતી, જ્યારે બાદલ અકાલ તખ્તની સજા બાદ સવર્ણ મંદિરની બહાર સેવા આપી રહ્યાં હતા. સુરક્ષાકર્મીઓએ હુમલો કરનારને પકડી લીધો અને ગોળી સુખબીર સિંહ બાદલને વાગી નહીં.





