કોર્ટમાં જવાનું સાચું કારણ આવ્યું સામે સુનિતા કોઈપણ ભોગે ગોવિંદાને છોડવા તૈયાર નથી બોલિવૂડનાં હીરો નંબર ૧ ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા છેલ્લાં ઘણાં સમયથી તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે
ગોવિંદા અને સુનીતાનાં સંબંધોને લઈને ચાલી રહેલી તમામ અટકળોની વચ્ચે એક્ટરનાં મેનેજરે આ સ્થિતિને સ્પષ્ટ કરી દીધી છે. એક ખબર અનુસાર ગોવિંદાનાં મેનેજરે કન્ફર્મ કર્યું છે કે સુનીતા આહુજા બાંદ્રા કોર્ટમાં તેમનાં એક જૂનાં છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા ગઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર ડિસેમ્બર ૨૦૨૪ ની આસપાસ બાંદ્રા ફેમિલી કોર્ટમાં તલાક સાથે જાેડાયેલી એક પિટિશન ફાઈલ થયા બાદ બન્ને પાર્ટીઓનાં વકીલોએ આ કેસ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. ગોવિંદાએ જણાવ્યું કે, ભૂતકાળના મુદ્દાઓ હવે ઉકેલાઈ રહ્યાં છે અને બંને વચ્ચેના મતભેદોમાંથી પૂરી રીતે બહાર આવી ગયા છે.
છેલ્લાં ઘણાં મહિનાઓથી ગોવિંદા અને પત્નીસુનીતા આહુજા એકબીજાને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. આ વચ્ચે ગોવિંદાનો એક ઇમોશનલ અને વિનમ્ર વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં પત્ની સુનીતાને પ્રેમથી કહ્યું હતું કે, પબ્લિકની વચ્ચે આવી ભાષાઓનો ઉપયોગ કરતા બચવું જાેઈએ કારણકે આ આપણાં પરિવાર માટે યોગ્ય નથી.
સુનીતા આહુજા છેલ્લાં ઘણાં સમયથી પતિ ગોવિંદા સાથેની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. જાે કે પત્ની સુનીતા આહુજા પહેલાં અનેકવાર ગોવિંદાનાં અફેરની વાત કરી ચૂકી છે. તાજેતરમાં ગોવિંદા યંગ એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણાકર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. ત્યારબાદ મીડિયા અને પોડકાસ્ટમાં વાત કરતા સુનીતાએ જણાવ્યું હતું કે, ગોવિંદા તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે ફરી રહ્યો છે. જાે કે આ સ્ટેટસથી ઇન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો હતો. આટલું જ નહીં ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં સુનીતા આહુજાએ ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ વાતની જાણ લોકોને ઘણાં મહિનાઓ પછી થઈ હતી અને ફેબ્રુઆરી ૨૦૨૫માં ગોવિંદાના વકીલ લલિત બિંદલે પુષ્ટિ કરી હતી કે, છૂટાછેડાની અરજી ઘણા મહિનાઓ પહેલાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હવે દંપતી સાથે છે. નોંધનીય છે કે, ગોવિંદા અને સુનીતા આહુજાએ વર્ષ ૧૯૮૭માં લગ્ન કર્યા હતા. બન્નેનાં બે બાળકો છે, જેમાં દીકરીનું નામ ટીના અને બીજા દીકરાનું નામ યશવર્ધન છે. નોંધનીય છે કે, ગોવિંદા અને સુનીતા આહુજાએ વર્ષ ૧૯૮૭માં લગ્ન કર્યા હતા. બન્નેનાં બે બાળકો છે, જેમાં દીકરીનું નામ ટીના અને બીજા દીકરાનું નામ યશવર્ધન છે.