
Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને અમેરિકા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીને અયોગ્ય ગણાવી અને કહ્યું કે ભારત એક સ્વતંત્ર દેશ છે. અમને “મજબૂત અને મુક્ત” લોકશાહી દેશ હોવાનો ગર્વ છે. અમારી ચૂંટણી અને કાયદાકીય પ્રક્રિયાઓ પરના આવા કોઈપણ બાહ્ય આરોપો કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ કાયદાકીય પ્રક્રિયા છે, બીજો કોઈ રસ્તો નથી. દેશ માત્ર કાયદા અને બંધારણથી ચાલે છે.
ભારતે આરોપોને નકારી કાઢ્યા હતા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વાજબી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓ વિશે વાત કરીને આ મુદ્દાને હાઈપ કર્યો હતો, જે પછી ભારતના વિદેશ મંત્રાલયે રદિયો આપ્યો હતો. બુધવારે અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડર ગ્લોરિયા બર્બેનાને બોલાવ્યા બાદ ભારતે આ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે અમેરિકાનું આ નિવેદન અનિચ્છનીય છે અને તેણે અમારા મામલામાં દખલ ન કરવી જોઈએ.