
કહ્યું- ભાજપની જેમ તેમણે પણ દગો કર્યો.ઉદ્ધવ ઠાકરે સેનાએ આપ્યો કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો.શવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અમારી પીઠમાં છરો ભોંક્યો.આગામી ૧૫ જાન્યુઆરીએ મુંબઈ મહા નગર પાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની ૨૯ નગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ વિપક્ષી એકતાના લીરેલીરા ઊડતા જાેવા મળી રહ્યા છે. શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા મુંબઈમાં કોંગ્રેસ મુક્ત મુંબઈનો નારો બુલંદ કર્યો છે. શિવસેના (UBT) ના પ્રવક્તા આનંદ દુબેએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અમારી પીઠમાં છરો ભોંક્યો છે. પહેલા ભાજપે આ કામ કર્યું હતું અને હવે કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. મુંબઈની જનતા આ બધું જાેઈ રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. જે વંચિત બહુજન અઘાડી(UBT) સામે કોંગ્રેસ આખી જિંદગી લડી, આજે તેની સાથે ગઠબંધન કરીને તેને ૬૦થી વધુ બેઠકો આપી મોટો ભાઈ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આનંદ દુબેએ વંચિત બહુજન અઘાડીના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મુંબઈમાં જે પક્ષનો કોઈ ઈતિહાસ નથી તેની સાથે કોંગ્રેસે ગઠબંધન કેમ કર્યું તે સમજાતું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ બધું મુંબઈના હિત વિરુદ્ધ રચાયેલું એક મોટું ષડયંત્ર છે, જેમાં વંચિત અઘાડી અને કોંગ્રેસ બંને ભાજપની મ્ ટીમ તરીકે કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. વધુમાં તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આગામી ૧૬ તારીખે જ્યારે પરિણામો આવશે ત્યારે આ પક્ષોનો સંપૂર્ણ સફાયો થઈ જશે.
મહાવિકાસ અઘાડી (MVA) અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, તે ગઠબંધન રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે હતું, પરંતુ આ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જે અમારી સાથે આવશે તેનું સ્વાગત છે, પરંતુ જે અમારી સામે લડશે તેને મહાભારતના યુદ્ધની જેમ બાણોથી વીંધી નાખવામાં આવશે. હવે મુંબઈમાં માત્ર એક જ નારો છે – કોંગ્રેસ મુક્ત મુંબઈ.




