ટ્રમ્પે રેટક્લિફની મોસ્કો યાત્રાને એક ‘સેમી-રૂટિન’ ગણાવી હતી NATO પર રશિયાના હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન નાટો પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે છે કે રશિયા NATO ના કોઈ પણ સભ્ય દેશ પર આશ્ચર્યજનક રીતે હુમલો નહીં કરે. CIA ના ડિરેક્ટર જ્હોન રેટક્લિફની તાજેતરની મોસ્કો મુલાકાત અને વ્લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા ક્યારેય પણ NATO ના ક્ષેત્ર કે સભ્ય દેશો પર હુમલો કરવાના નથી. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે દિનપ્રતિદિન વધતા તણાવ વચ્ચે શાંતિ જાળવવાનો સંકેત આપ્યો છે. જાે કે, તેમણે સીઆઈએ ચીફ જ્હોન રેટક્લિફ દ્વારા પુતિનને સીધી કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી છે કે નહીં તે અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યાે હતો. આ અગાઉ ટ્રમ્પે રેટક્લિફની મોસ્કો યાત્રાને એક ‘સેમી-રૂટિન’ ગણાવી હતી અને અફવાઓનું ખંડન કર્યું હતું.અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના વડા જ્હોન રેટક્લિફની આ અચાનક અને રહસ્યમય મોસ્કો યાત્રાને લઈને એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, રેટક્લિફની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાને નાટો દેશોની સામુહિક સુરક્ષા સામે કોઈ પણ સાહસિક કે આક્રમક પગલું ભરવાથી અટકાવવાનો અને કડક ચેતવણી આપવાનો હતો. નાટોના નિયમો અનુસાર, સભ્ય દેશ પર હુમલો એટલે અમેરિકા સહિત સમગ્ર સંગઠન પર હુમલો ગણાય છે.નાટો પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં પરત ફર્યા બાદથી રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા માટે સતત ગંભીર પ્રયાસો કરી રહ્યા છે, જાેકે આ દિશામાં હજુ સુધી કોઈ સ્થાયી અને મોટી સફળતા મળી શકી નથી.





