ટીનેજર્સ અકાઉન્ટ્સ માટે મેટાની નવી પૉલિસી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ રાતે ૧૨થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે ! બાળકોનો સ્ક્રીનટાઈમ ઘટાડવા ફેસબુક-ઈન્સ્ટામાં બે કલાકની લિમિટ બાંધવામાં આવશે અમેરિકામાં ટ્રાયલ શરૂ મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના કારણે બાળકોની સુરક્ષા જાેખમાઈ હોવાથી મેટા કંપની બાળકોની સુરક્ષા માટે ૧૨.૭ અબજ ડોલરનું માતબર સેટલમેન્ટ આપવા તૈયાર થઈ છે. એટલું જ નહીં, ટીનેજર્સ અકાઉન્ટમાં નવી પૉલિસી લાગુ પડશે. મેટા મધરાતથી વહેલી સવાર સુધી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર લિમિટ બાંધી દેશે. પેરેન્ટિંગ કંટ્રોલની પૉલિસી પણ વધારે સ્ટ્રોંગ બનાવાશે. ૨૦૨૩થી મેટા સામે અમેરિકાના તમામ રાજ્યો વતી કેસ ચાલતો હતો. તેના પરિણામે મેટાએ નમતું જાેખ્યું છે.મેટા સામે અમેરિકાના તમામ રાજ્યો અને ફેડરલ સરકારનો કેસ ચાલી રહ્યો છે. ૨૦૨૩થી ચાલતા એ કેસમાં મેટાએ સૌથી મોટા ૧૨.૭ અબજ ડોલરના સેટલમેન્ટની તૈયારી બતાવી છે. બાળકોની સુરક્ષા મેટાના કારણે જાેખમમાં મૂકાઈ અને મેટાને કેટલીક બાબતોની જાણ હોવા છતાં સુરક્ષા સાથે ચેડાં કર્યા એ સાબિત થતાં કોર્ટે મેટાને બાળકોની સુરક્ષા માટે માતબર રકમ ફાળવવાનો આદેશ કર્યાે હતો.આ સંદર્ભમાં હવે ટીનેજર્સ એકાઉન્ટમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. મેટાએ અમેરિકામાં ટ્રાયલ શરૂ કરીને બાળકોનો ફેસબુક-ઈન્સ્ટાગ્રામમાં સ્ક્રીનટાઈમ ઘટાડવા પ્રયાસો શરૂ કરી દીધા છે. બાળકોનો અક્રોસ ધ પ્લેટફોર્મ એટલે કે બંનેમાં થઈને બે કલાકથી વધારે સ્ક્રીનટાઈમ ન થાય તે માટે ટાઈમ લિમિટ બાંધી દેવામાં આવશે. બે કલાકનો સ્ક્રીન ટાઈમ થશે એટલે અકાઉન્ટનો એક્સેસ આપોઆપ બંધ થઈ જશે.તે ઉપરાંત મધરાતે ૧૨ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ૧૮ વર્ષથી નીચેની વયના બાળકો માટે બંધ રહેશે.સ્કૂલ ટાઈમમાં નોટિફિકેશન ન આવે તે માટે નોટિફિકેશન્સ બંધ કરાશે. લાઈક કે કમેન્ટ્સના નોટિફિકેશનમાં નિયંત્રણ આવશે. તે ઉપરાંત સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં રાખીને અલ્ગોરિધમ બદલાશે. નોન પર્સનલાઈઝ્ડ ફીડનો ઓપ્શન અપાશે. અલ્ગોરિધમથી ચાલતી હશે તે ફીડ બંધ થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફીડ ડીઝાઈન કરાશે. કોસ્મેટિક સર્જરી ફિલ્ટર બેન કરી દેવાશે. પેરેન્ટ કંટ્રોલ વધારે મજબૂત કરાશે. પેરેન્ટ્સને બાળકોની એક્ટિવિટીનું નોટિફિકેશન અપાશે.૧૫૧૫ મિનિટના અંતરે બાળકોને સ્ક્રોલિંગ લિમિટ માટે નોટિફિકેશન અપાશે. તેમને વારંવાર સ્ક્રીનટાઈમ ઘટાડવાનું યાદ કરાવાશે. ઓટોપ્લેનું બટન પેરેન્ટ્સ ધારશે તો બંધ થશે. એટલે તેના કારણે રીલ્સ એક પછી એક પ્લે નહીં થાય. ડાઈરેક્ટ મેસેજની સુવિધા રાતે પણ શરૂ રહેશે. જાેકે, એ બાબતે પણ અત્યારે ચર્ચા શરૂ થઈ છે. ઘણાં એક્સપર્ટ્સ ચેટથી સ્ક્રીનટાઈમ વધશે એવી ચિંતા વ્યક્ત કરે છે એટલે એમાં નિયંત્રણની પણ માંગ ઉઠી છે.





