(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
અમેરિકામાં વસતા ગુજરાતીઓ ને જ વારંવાર કેમ મોતને ઘાટ ઉતારવામાં આવે છે? હમણાંની ચાર દિવસ અગાઉ બનેલી ન્યુયોર્ક સિટીની એક ઘટના એવી છે કે મૂળ પંજાબના કપુરથાલાના ૨૮ વર્ષના ગુરુદીપ સિંહ પિઝા ડિલીવરી માટે જતા હતા ત્યારે અજાણ્યા લોકોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. અને તેઓ ૧૩ વર્ષથી અમેરિકામાં રહેતા હતા અને ગુજરાન ચલાવતા હતા.
મહેસાણાના ૬૨ વર્ષના પટેલની હત્યા કરવાથી ગુનેગારોને રોકડ રકમ પણ મળી હતી જ્યારે ગુરુદીપ સિંહને ગોળી મારનારાના હાથમાં કશું નહોતું આવ્યું છતા ગોળીઓ છોડાઈ હતી કારણ કે તેની પાછળનો મુખ્ય હેતુ ભારતીયોમાં ભય ફેલાવવાનો હતો. જેકસન સિટી ખાતે ૧૯ વર્ષની પુત્રીની નજર સામે જ ૬૨ વર્ષના પિતા સુરેશ પુરૂષોત્તમદાસની ગોળીઓ મારીને હત્યા કરતા ચકચાર મચી હતી. એટલું જ નહીં બુકાનીધારી લૂંટારાને રોકડ લઇ જવા દીધી હોવા છતાં તેણે લૂંટ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો. સુરેશ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના હતા.
ગયા વર્ષે મે-૨૦૨૫ માં પ્રિન્સ પટેલ તરીકે ઓળખાતા આણંદના ૩૦ વર્ષના પરેશ પટેલ પણ ગોળીબારનો ભોગ બન્યા હતા. વર્જીનીયામાં બે મહિના પહેલાં ૪૫ વર્ષના મેઘના પટેલની હત્યા કરનારા બુકાનીધારીઓ હજુ પકડાયા નથી. સપ્ટેમ્બર ૨૦૨૫ માં મૂળ ચરોતરના કિરણ પટેલ એક લૂંટારાનો સામનો કરવામાં મોતને ભેટ્યા હતા. અમેરિકામાં બંદૂકધારી લૂંટારુઓનો ભોગ બનનારાની યાદી લાંબી છે. પરંતુ હુમલાખોરો ભાગ્યે જ પકડાય છે. આ આ ગુન્હેગારો ક્યાંતો બેકાર હોય છે ડ્રગ્સના બંધાણી હોય છે.
આમ સવા વર્ષમાં પાંચ ગુજરાતીઓની હત્યાથી અમેરિકામાં વસતા ગુજરાતી કુટુંબોમાં ચિંતાનું મોજું પ્રસરેલું છે. કરિયાણાની દુકાન ચલાવતા, પેટ્રોલ પંપ પર નોકરી કરતા ગુજરાતી, લિકર સ્ટોર તેમજ મોટેલમાં કામ કરતા ગુજરાતીઓ હુમલાખોરોનો ભોગ બનતા હોય છે. અનેક ગુજરાતીઓ કરિયાણા સ્ટોર્સની સાથે સાથે મોટેલ ઉદ્યોગ પણ ૫૦ ટકા જેટલો ગુજરાતી માલિકોનો છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ વગદાર છે સાથે રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ છે. આમ અમેરિકામાં વસતા ગુજરાતીઓ સમૃદ્ધ છે. તેથી હુમલાખોરોની નજરમાં ગુજરાતીઓ આવી ગયા છે. આમ ભારતીયોની સલામતીનું શું?





