એક્ટ્રેસે કહ્યું-’ઓહ માય ગોડ’ પેરિસમાં બીમાર પ્રીતિ ઝિન્ટા માટે પાડોશીએ બનાવી દેશી કઢી-ચોખા નાના અમથા કાર્યાેએ માત્ર તેનો દિવસ જ નથી સુધાર્યાે પણ તેના દિલ પર ઊંડી છાપ પણ છોડી છે : પ્રીતિ બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જ એક દિલ સ્પર્શી જાય તેવી વાત શેર કરી છે, જેનાથી પેરિસમાં બીમાર હોવા છતાં તેને ભારે રાહત મળી છે. ઈન્સ્ટાગ્રામ પર ‘બંટવારા ૧૯૪૭’ની એક્ટ્રેસે જણાવ્યું કે તેને તાવ હતો અને તે બિલકુલ સારું અનુભવી રહી ન હતી. તેની એક ળેન્ડે તેની આ તબિયત વિશે પોતાની પડોશીને જણાવ્યું હતું, જેમણે પ્રીતિ ઝિન્ટા માટે તેનું ફેવરિટ દેશી ભોજન કઢી-ચોખા બનાવીને મોકલ્યા અને તેનો મૂડ સારો કરવાનો પ્રયાસ કર્યાે હતો. આ આદરણીય સદ્ભાવના બદલ આભાર વ્યક્ત કરતા પ્રીતિએ પેરિસમાં રહેતા આ પરિવારની પ્રશંસા કરી હતી અને તેમને સૌથી વહાલો તથા દયાળુ પરિવાર ગણાવ્યો હતો. પ્રીતિએ કહ્યું કે આ નાના અમથા કાર્યાેએ માત્ર તેનો દિવસ જ નથી સુધાર્યાે પણ તેના દિલ પર ઊંડી છાપ પણ છોડી છે.પોતાનો ideo શેર કરતાં પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, “પેરિસમાં રહેતા સૌથી વહાલા અને દયાળુ પરિવારનો ખૂબ ખૂબ આભાર. મને તાવ હતો અને હું બિલકુલ સારું અનુભવી રહી નહોતી. મારી ળેન્ડે પોતાની પાડોશીને આ વાત કહી અને વાહ! તેમણે મારો મૂડ સુધારવા માટે મને મારા મનપસંદ કઢી-ચોખા મોકલી આપ્યા. દયા અને પોતાનાપણું દર્શાવતા આ નાના કામથી માત્ર મારો દિવસ જ નથી બન્યો, પરંતુ આ વાત હંમેશા મારી સાથે યાદ રહેશે. પંજાબી મહેમાનગતિ સૌથી શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે તેનું આ જ એક કારણ છે. જાે તમે પેરિસમાં હોવ તો આ વસ્તુઓ ચોક્કસ ટ્રાય કરજાે અને પછી મારો આભાર માનજાે.”શેર કરેલા વીડિયોમાં પ્રીતિ ઝિન્ટા એક ડબ્બો ખોલતી જાેવા મળે છે, જેમાં બટાકા-કોબિજનું શાક છે અને ત્યારબાદ એક ટિફિનમાં તેના મનપસંદ કઢી-ચોખા છે. આ સુંદર પ્રેમ જાેઈને તેણે કહ્યું, “ઓહ માય ગોડ, કઢી-ચોખા! આ ખૂબ સરસ છે. મને આ બહુ ગમ્યું, જ્યારે તમે બીમાર હોવ ત્યારે તમને માત્ર કમ્ફર્ટ ફૂડની જ ઈચ્છા હોય છે. થેંક યુ.”થોડા દિવસો પહેલા જ પ્રીતિ ઝિન્ટાએ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પેરિસના ગણેશ મંદિરના દર્શન કર્યા હતા અને સોશિયલ મીડિયા પર પોતાની આ આધ્યાત્મિક યાત્રાની ઝલક શેર કરી હતી. ‘મિશન કશ્મીર’ની એક્ટ્રેસ સફેદ કપડાંમાં સજ્જ થઈને મંદિરમાં પૂજા-અર્ચના કરતી અને દીવા પ્રગટાવતી જાેવા મળી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જ રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બંટવારા ૧૯૪૭’ સાથે ૮ વર્ષનાં લાંબા બ્રેક બાદ મોટા પડદા પર પુનરાગમન કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.





