ત્રીજા અઠવાડિયામાં થયો જાેરદાર ચમત્કાર ૨ કરોડની ફિલ્મે મચાવી ધૂમ! ‘હનુમાન અંશ’ની કમાણી ૨૭ કરોડને પાર ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત છે : સપ્ટેમ્બર ૧૯૭૩માં તેમનું અવસાન થયું હતું
બોક્સ ઓફિસ પર ફિલ્મોનું ગણિત સમજવું થોડું અઘરું છે. રીલીઝ સમયે ફ્લોપ લાગતી ફિલ્મ અચાનક હીટ સાબિત થઈ શકે છે. ગત ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કોઈ ખાસ પ્રમોશન કે ચર્ચા વિના રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ શરૂઆતમાં ફ્લોપ તરફ આગળ વધતી લાગી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર ૧૦ લાખની કમાણી કરી હતી અને બે અઠવાડિયા બાદ તેની કુલ કમાણી માત્ર ૧.૪૮ કરોડ હતી. જાેકે, ત્રીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં અચાનક મોટો ઉછાળો આવ્યો અને હવે તેણે ભારતમાં ૨૭ કરોડથી વધુની કમાણી કરી છે.‘હનુમાન અંશ’ની સૌથી મોટી ખાસિયત તેની બોક્સ ઓફિસ પરની અણધારી વાપસી રહી છે. શરૂઆતના બે અઠવાડિયામાં નબળા પ્રદર્શન બાદ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં જાેરદાર કમાણી કરી. અહેવાલ મુજબ, ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે ૧૦.૪૦ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ ચોથા અઠવાડિયાના શુક્રવારે ૬.૨૫ કરોડ અને શનિવારે ૯.૨૫ કરોડની કમાણી કરી. આ સાથે ૨૩ દિવસમાં ફિલ્મની ભારતમાં કુલ કમાણી ૨૭.૩૮ કરોડ સુધી પહોંચી ગઈ.અહેવાલો અનુસાર, ‘હનુમાન અંશ’નું નિર્માણ માત્ર ૨ કરોડના બજેટમાં કરવામાં આવ્યું છે. તેની સામે ૨૭.૩૮ કરોડની કમાણી ફિલ્મ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. એટલે કે ફિલ્મે પોતાના બજેટ કરતાં અનેક ગણું વધુ બિઝનેસ કર્યાે છે. શરૂઆતમાં થિયેટરોમાં દર્શકોની સંખ્યા ઓછી હોવાથી ફિલ્મને લઈને નિરાશા હતી, પરંતુ બાદમાં દર્શકો તરફથી મળેલા પ્રતિસાદથી ફિલ્મે ફરી વેગ પકડ્યો. ફિલ્મની કમાણીથી નિર્માતાઓ અને કલાકારો પણ ખુશ છે.આ ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત છે. સપ્ટેમ્બર ૧૯૭૩માં તેમનું અવસાન થયું હતું અને ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં તેમનો આશ્રમ પણ આવેલો છે. તેમના ઉપદેશોથી અનેક જાણીતી હસ્તીઓ પ્રભાવિત થઈ હોવાનું કહેવાય છે. સ્ટીવ જાેબ્સ, માર્ક ઝુકરબર્ગ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા નામો પણ તેમના અનુયાયીઓ અથવા તેમના વિચારોમાંથી પ્રેરણા મેળવનારા લોકો તરીકે ચર્ચાય છે. આ આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ફિલ્મ માટે દર્શકોમાં રસનું એક કારણ બની હોવાનું માનવામાં આવે છે.વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શનમાં બની ફિલ્મ‘હનુમાન અંશ’નું દિગ્દર્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મમાં શોભિનવ સત્યએ મહારાજ-જીની ભૂમિકા ભજવી છે. તેમની સાથે વિહાન શેજ, ચંદન કે, આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી, ગુલશન પાંડે, ભગવાનદાસ પટેલ અને રાજીવ મિશ્રા સહિતના કલાકારો જાેવા મળે છે. ફિલ્મના કલાકાર શોભિનવ સત્યાએ સોશિયલ મીડિયા પર દર્શકોનો આભાર વ્યક્ત કર્યાે છે. ફિલ્મની અણધારી સફળતાને જાેતા ચાહકોમાં હવે તેને ‘નીમ કરોલી બાબાનો ચમત્કાર’ કહેવાની ચર્ચા પણ શરૂ થઈ છે.




