કહ્યું- વધુ અરજી આવશે તો EB-1 ગ્રીન કાર્ડ બંધ કરીશું ભારતીયોની દુશ્મન બની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર! અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર છે અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જાેઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે વધુ એક મોટો ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે કે ભારતીય અરજદારો તરફથી અતિશય ઊંચી માંગને કારણે EB-1 ગ્રીન કાર્ડ કેટેગરી આગામી થોડા અઠવાડિયામાં કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે. અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના વિઝા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે જાે ભારતીય અરજદારો દ્વારા ઈમ્-૧ વિઝા નંબરોનો ઉપયોગ આ જ ઝડપે ચાલુ રહ્યો અને દેશ માટે નિર્ધારિત વાર્ષિક મર્યાદા વહેલી પૂરી થઈ જશે, તો ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત થતા અમેરિકન નાણાકીય વર્ષ પહેલાં જ આ કેટેગરીને અનઅવેલેબલ જાહેર કરી દેવામાં આવી શકે છે.
વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર પડ્યે જરૂરી નિયમકીય ફેરફારો કરવામાં આવશે. આ સમગ્ર કટોકટી પાછળનું મુખ્ય કારણ રોજગાર આધારિત ગ્રીન કાર્ડની મર્યાદિત સંખ્યા અને તેની સામે ભારતીય અરજદારોની જંગી માંગ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે વૈશ્વિક સ્તરે તમામ દેશો માટે રોજગાર આધારિત ઇમિગ્રેશન વિઝાની કુલ વાર્ષિક મર્યાદા ૧,૮૬,૩૧૭ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ સામાન્ય સંજાેગોમાં કોઈપણ એક દેશ માટે કુટુંબ અને રોજગાર આધારિત પ્રાથમિકતાવાળા વિઝા પર વાર્ષિક મહત્તમ ૭ ટકાની કન્ટ્રી-કેપ લાગુ પડે છે; જાેકે અમુક વિશિષ્ટ સંજાેગોમાં અગાઉના વર્ષોના વણવપરાયેલા વિઝા નંબરો આગળ વાપરવાની છૂટ મળે છે.
EB-1 એ યુએસ એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડની પ્રથમ પ્રાથમિકતા ધરાવતી શ્રેણી છે. આ કેટેગરીમાં મુખ્યત્વે અસાધારણ પ્રતિભા ધરાવતા નિષ્ણાતો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને સંશોધકો, તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને વરિષ્ઠ મેનેજર્સનો સમાવેશ થાય છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે રોજગાર આધારિત અન્ય તમામ ગ્રીન કાર્ડ કેટેગરીઓમાં પહેલેથી જ દાયકાઓ લાંબો વેઇટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર મહિના માટે ઈમ્-૧ ઇન્ડિયાની ફાઇનલ એક્શન ડેટ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ નક્કી કરવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે જે ભારતીય અરજદારની પ્રાયોરિટી તારીખ આ તારીખ પહેલાંની હશે, માત્ર તેમની જ અંતિમ અરજી પ્રક્રિયા આગળ વધી શકશે.




