સાબરમતી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સંગઠનને આજે વધુ મજબૂતી મળી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા અને છેલ્લા 25 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા ગીતાબેન અજયકુમાર પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગીતાબેન પ્રજાપતિ લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે. આ ઉપરાંત તેઓ મહિલા સંગઠન અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહ્યા છે. સંગઠનાત્મક કાર્ય અને જનસંપર્કના ક્ષેત્રમાં તેમનો લાંબો અનુભવ રહ્યો છે, જેનાથી સાબરમતી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂતી મળશે.
આજે ગુજરાત આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ ઝોન પ્રભારી ચંદ્રશેખર રાવતની ઉપસ્થિતિમાં ગીતાબેન અજયકુમાર પ્રજાપતિને આમ આદમી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા તેમનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપતી રાજનીતિ અને મજબૂત સંગઠનના સંકલ્પ સાથે ગુજરાતમાં સતત આગળ વધી રહી છે. સાબરમતી વિધાનસભામાં ગીતાબેન અજયકુમાર પ્રજાપતિના જોડાણથી પાર્ટીના સંગઠનને નવી ઊર્જા અને વધુ મજબૂતી મળશે. ગીતાબેન પ્રજાપતિ આમ આદમી પાર્ટીની શિક્ષા, સ્વાસ્થ્ય સહિતની જનકલ્યાણની નીતિઓથી પ્રભાવિત થઈને તથા અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.




