(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયાની ફરિયાદો કરવામાં આવી રહી છે પરંતુ તેના નિકાલની દિશામાં કોઈ કામગીરી થતી નથી.સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારો, બેલદારોની ૫૦૦૦ ઉપરાંત જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવામાં મ.ન.પા તંત્ર ઉદાસીનતા દાખવી રહેલ છે. કર્મચારીઓની બદલીની અરજીઓ લાંબા સમય સુધી પેન્ડિંગ છે. કર્મચારીઓના વાર્ષિક ઈજફા છોડવામાં આવતા નથી. મુકાદમ અને અન્ય કર્મચારીઓને ઉચ્ચત્તર પગારના લાભથી વંચિત રાખવામા આવી રહેલ છે. તેમજ વર્ગ-૪ ની જગ્યામાં બે-બે વખત તાલીમ પિરિયડ કેવી રીતે હોય શકે?
ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો રહેમરાહે નોકરી મેળવવા માટે સુરત મહાનગરપાલિકા ના મધ્યસ્થ મહેકમમાં જાય ત્યારે તેઓને સરખા સાંભળવામાં આવતા નથી. અને તેઓને હળધુત કરવામાં આવે છે. એક-બે વર્ષ કરતાં વધુ સમય થી રહેમરાહે નોકરીઓના કેસ પેન્ડિંગ છે. કેટલાક કેસોમાં સીધી લીટી ના વારસદાર હોવા છતાં કોર્ટનું વારસાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે અને આમ કરી ખોટી રીતે સમય વેડફવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા ના વહીવટી કર્મચારીઓ અને જાણે ઉપકાર કરતા હોય એ રીતે વર્તી રહ્યા છે.જો ઉપલા અધિકારીનું દબાણ હોય કે વહેવાર થયેલ હોય તેવા કેસોમાં કામગીરીનો નિકાલ કરવામાં સમય લેતા નથી.અને ઘણા કેસોમાં સુરત મહાનગરપાલિકા ના અને રાજ્ય સરકાર ના ઠરાવોને ઉપરવટ જઈને રહેમરાહે નોકરી આપવામાં આવેલ છે.
સફાઈ કામદારો બેલદારો તેઓની ફરજ ના ભાગરૂપે માંદગીનો ભોગ બને છે અને ચાલુ ફરજે અવસાન પામે છે ત્યારે તેઓ પ્રત્યે ખોટી રીતે વૈમનસ્ય રાખી તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે. હાલમાં મહેકમ વિભાગ નો વહીવટ સંભાળતા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ રાજ્ય સરકાર ની આદેશ ઠરાવ હોય તો જ રહેમરાહે નોકરી આપવાની માનસિકતા ધરાવે છે.ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ના ઠરાવ ક્રમાંક નં. ભરત-2190-ક, તા.૧૦/૦૩/૨૦૦૦ થી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબ સભ્ય નિમણૂકો આપવાની સુધારેલ યોજના અમલ માં મૂકેલ છે. જેમાં ધોરણ ૪ થી ૯ ની લાયકાત ધરાવનાર ને વર્ગ- ૪ ની એસ. એસ.સી કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ને વર્ગ-3 ની સૌથી નિમ્ન કક્ષાની નિમણૂક આપવા ની જોગવાઈ ઉપરોક્ત ઠરાવ નંબર થી ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા કર્મચારીના વારસદારોને નોકરી આપવાની જોગવાઈ જાહેર કરેલ છે પરંતુ સુરત મહાનગરપાલિકા માં સરકાર ના ઠરાવ ને પણ કોઈ ગણતું નથી. ઠરાવ માં જોગવાઈ છતાં મનસ્વી વહીવટ ચાલવવા ટેવાયેલા અધિકારીઓ રાજય સરકાર ના ઠરાવ ને પણ ધોળી પી ગયા છે. જે અધિકારીઓ સરકાર ના ઠરાવો ની અવગણના કરે તેને છે પૂછનાર?
ગુજરાત સરકાર ના ઠરાવોનું પાલન કરવા અને સફાઈ કામદારો,બેલદારો ની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી.વૈષ્ણવ, પ્રદેશ ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સૈયદભાઈ શેખ,મહામંત્રી કાંતિભાઈ સોલંકી, મહામંત્રી શ્યામભાઈ ટેનીયા, મહામંત્રી રવિભાઈ સુરતી, કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ વિગેરેએ માંગણી કરી છે.




