પહેલી વખત વિજય વર્માની ટક્કર સની દેઓલ સાથે થશે ‘એન્ટની’માં જાેવા મળશે વિજય વર્માનું ડાન્સિંગ ટેલેન્ટ અગાઉ ‘જાને જાન’માં કરીના કપૂર ખાન સાથેનો વિજયની ડાન્સિંગ મોમેન્ટ પણ ચર્ચામાં આવી હતી અભિનેતા વિજય વર્મા આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘એન્ટની’માં પોતાની એક્ટિંગની સાથે ડાન્સિંગ ટેલેન્ટનું પણ નવું પાસું દર્શાવતો જાેવા મળશે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં વિજય એક ખાસ ડાન્સ ટ્રેક પર પરફોર્મ કરશે. આ ડાન્સ માત્ર મનોરંજન પૂરતો સીમિત નહીં હોય, પરંતુ તેના પાત્રની કહાણી અને ભૂતકાળને સમજવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.વિજય વર્મા ફિલ્મમાં સર્કસ આર્ટિસ્ટનું પાત્ર ભજવી રહ્યો હોવાનું કહેવાય છે. તેના આ પાત્ર માટે તૈયાર કરવામાં આવેલા ડાન્સ ટ્રેકને સલીમ-સુલેમાનની જાેડી સંગીતબદ્ધ કરશે, જ્યારે નેશનલ એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર વિજય ગાંગુલી તેને કોરિયોગ્રાફ કરશે. આ સિક્વન્સ દ્વારા ફિલ્મમાં વિજયના પાત્રનો ધીમે-ધીમે ખુલાસો કરવામાં આવશે. ડાન્સના અંત સુધીમાં દર્શકોને તેના પાત્રનો ભૂતકાળ, તે ક્યાંથી આવ્યો છે અને તેના ઇરાદા શું છે તેની વધુ જાણકારી મળશે.વિજય અગાઉ પણ પોતાની ડાન્સિંગ સ્કિલ્સ દર્શાવી ચૂક્યો છે. ‘જાને જાન’માં કરીના કપૂર ખાન સાથેનો તેની ડાન્સિંગ મોમેન્ટ પણ ચર્ચામાં આવી હતી. જાેકે, ‘એન્ટની’માં તેને વધુ લાંબી ડાન્સ સિક્વન્સમાં જાેવાની તક મળશે અને આ વખતે ડાન્સ સીધો તેના પાત્ર સાથે જાેડાયેલો હશે.‘એન્ટની’માં વિજય વર્મા સાથે સની દેઓલ જાેવા મળશે. ફિલ્મમાં બંને વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળશે તેવી અપેક્ષા છે. વિવિધ પ્રકારના પાત્રો ભજવવા માટે જાણીતા વિજયની આગામી ફિલ્મોમાં અનિલ કપૂર સાથેની ‘ફેમિલી બિઝનેસ’, ‘લસ્ટ સ્ટોરીઝ ૩’, ‘મટકા કિંગ ૨’ ઉપરાંત કેટલાક અનાઉન્સ ન થયેલા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.




