માર્ચ ૨૦૨૬ બાદ ૩૪૮ અબજ ડોલરનો ઉછાળો એઆઈ બૂમ : ચેટજીપીટીની કંપનીનું વેલ્યુએશન ૧.૨ ટ્રિલિયન ડોલર એન્થ્રોપિકનું મૂલ્યાંકન માત્ર આઠ જ મહિનામાં ૧૮૩ અબજ ડોલરથી વધીને ૯૬૫ અબજ ડોલર થયું છે
ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈનું વેલ્યુએશન ફંડિગ રાઉન્ડ પહેલા ૧.૨ ટ્રિલિયન ડોલર પહોંચ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઓપનએઆઈ માટે થોડા જ મહિનામાં મોટો ફેરફાર થયો છે. માર્ચ ૨૦૨૬માં કંપનીએ ૧૨૨ અબજ ડોલરનું કેપિટલ મેળવ્યું હતું. જે બાદ કંપનીનું વેલ્યુએશન ૮૫૨ અબજ થયું હતું. નવું મૂલ્યાંકન ૩૪૮ અબજ ડોલર એટલે ૪૧ ટકાનો ઉછાળો દર્શાવે છે.ઓપનએઆઈમાં નવા ફંડિંગની ચર્ચા સંભવિત આઈપીઓ સાથે જાેડાયેલી છે. સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરમાં જ જણાવ્યું હતું કે, ઓપનએઆઈ ૨૦૨૬માં પબ્લિક નહીં થાય. તેમણે એઆઈ સેફ્ટી અંગેની ચિંતાઓને પણ ર્નિણયના સંદર્ભમાં રજૂ કરી હતી. નવું પ્રાઈવેટ ફંડિગ મળતા જ કંપનીને વધુ મૂડી એકત્ર કરવાની સુવિધા મળી શકે છે. જે નવા ડેવલપમેન્ટ તરફ ઈશારો કરે છે.ઓપનએઆઈ એકલી નથી. એઆઈ સેક્ટરની તેની હરીફ કંપની એન્થ્રોપિકનું વેલ્યુએશન આ વર્ષે ઝડપથી વધ્યું છે. માત્ર આઠ મહિનામાં એન્થ્રોપિકનું વેલ્યુએશન ૧૮૩ અબજ ડોલરથી વધીને ૯૬૫ અબજ ડોલર પહોંચ્યું છે. જે ૪૨૭ ટકાનો ઉછાળો છે. આ મૂલ્યાંકનના આંકડા દર્શાવે છે કે, ભલે ટેક કંપનીઓ એઆઈ ડેવલપમેન્ટની ગતિ ધીમી પાડવાની વાત કરતી હોય પરંતુ, હવે એઆઈ જીવનનો ભાગ બની ગયું છે.




