આ બોજ ગ્રાહકો પર પડશે ગાઝિયાબાદમાં વેપારીઓએ “નો યુપીઆઈ”ના બોર્ડ લગાવ્યાં ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ ઉપરના UPI વ્યવહારો પર લાગુ થનાર MDR ચાર્જના વિરોધમાં આ પગલું ભરાયું ગાઝિયાબાદના વેપારીઓએ તેમના દુકાનોની બહાર નોટિસ લગાવવાનો પ્રારંભ કરી દીધો છે કે યુપીઆઇ પેમેન્ટ સ્વીકારાશે નહીં. તેઓએ ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ ઉપરના પ્રસ્તાવિત યુપીઆઈ વ્યવહારો પર લાદવામાં આવેલી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જના વિરોધમાં આ બોર્ડ લગાવ્યા છે.
તેઓનું કહેવું છે કે સરકાર ભલે કહે કે એમડીઆરનો ચાર્જ મર્ચન્ટ આપશે, પરંતુ છેવટે તેનો અંતિમ બોજાે તો ગ્રાહકો પર જ પડશે. વેપારીઓ ગ્રાહકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ રુપિયાની ખરીદી માટે રોકડ લઈને જ આવે.
પ્રસ્તાવિત એમડીઆર ગાઝિયાબાદમાં વેપારીઓ અને દુકાનદારો માટે ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની શકે છે. તેનું કારણ એ છે કે ઘણા લોકોએ આ પગલાંનો વિરોધ કર્યો છે. વેપારીઓએ ગ્રાહકોને ચેતવણી આપી દીધી છે કે એક વખત ઊંચા મૂલ્યના ચાર્જ અસ્તિત્વમાં આવ્યા પછી યુપીઆઈ અહીં સ્વીકારવામાં નહીઁ આવે.
નવા માળખા હેઠળ બે હજાર રુપિયાથી વધુ રકમના પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેકશન પર ૦.૪ ટકા એમડીઆઈ ચાર્જ ૧૫ ઓક્ટોબરથી લાગશે. જ્યારે ૭૫ હજારથી વધુ રકમના સોદા પર રુ. ૩૦૦નો ચાર્જ લાગશે. જ્યારે વ્યક્તિઓ વચ્ચે યુપીઆઈ ચૂકવણી મફત રહેેશે. આમ જાે તમે દુકાનમાંથી ૧,૫૦૦ રુપિયાની વસ્તુ ખરીદી હોય તો તેના પર યુપીઆી ચાર્જ નહીં લાગે.
એનપીસીઆઈના ઓગસ્ટના આંકડા દર્શાવે છે કે પીટુએમના ૮૬ ટકા યુપીઆઈ વ્યવહાર રુ. ૫૦૦થી નીચેના છે. જ્યારે ૫૦૧થી ૨૦૦૦ રુપિયા સુધીના વ્યવહારનું પ્રમાણ ૧૦ ટકા છે. આમ એમડીઆર ચાર્જ ફક્ત ચાર ટકા વ્યવહારો પર જ લાગશે.




