દાગીના-રોકડ મળી રૂ. ૫.૬૪ લાખની મતા ચોરાઈ અમદાવાદના મોટેરામાં NRI ના બંધ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા સોના-ચાંદીના દાગીના, રોકડ, લેપટોપ, આઈપેડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના મોટેરા વિસ્તારમાં દેવપ્રિયા-૨ સોસાયટીના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરોએ ૫.૬૪ લાખની ચોરી કરી છે. માતા-પિતાની સારવાર અર્થે પરિવાર ગાંધીનગર ગયો હતો તે દરમિયાન ૨૦ થી ૨૯ સપ્ટેમ્બર વચ્ચે આ ઘટના બની હતી. સ્કૂલ સંચાલક કેતનભાઈ નાણાવટીએ ફરિયાદ નોંધાવી છે. તસ્કરો બારીના સળિયા તોડી ઘરમાં પ્રવેશ્યા અને સોના-ચાંદીના દાગીના, રોકડ, લેપટોપ, આઈપેડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિયા-૨ સોસાયટીના એક બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો બારીના સળિયા તોડી અંદર પ્રવેશ્યા હતા અને બંને માળની તિજાેરી-કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ, લેપટોપ, આઈપેડ તેમજ કપડાં ભરેલી બેગ સહિત કુલ રૂ. ૫.૬૪ લાખ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. માતા-પિતાની તબિયત ખરાબ હોવાથી પરિવાર ગાંધીનગર સારવાર અર્થે ગયો હતો તે દરમિયાન ૨૦થી ૨૯ સપ્ટેમ્બર વચ્ચે આ ચોરીની ઘટના બની હતી.
ગાંધીનગર ખાતે રહેતા અને સ્કૂલ સંચાલક ૫૩ વર્ષીય કેતનભાઈ રમેશચન્દ્ર નાણાવટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મોટેરા સ્થિત દેવપ્રિયા-૨ ખાતે આવેલો બંગલા નંબર ૩ તેમની બહેન રાજુલબેનનો છે. માતા-પિતાની સારવાર ચાલતી હોવાથી તેઓ કેતનભાઈ સાથે ગાંધીનગર રહેવા ગયા હતા, જેથી મોટેરાનું મકાન બંધ હતું.
ગત ૨૦ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરની ગેલેરીનો ઝાંપો તોડી, બારીના સળિયા વળાંક આપી/તોડી અને મચ્છરજાળી કાપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘર સાફ કરવા નિયમિત આવતા મહિલાની દીકરી જ્યારે સફાઈ માટે પહોંચી ત્યારે તેણે ગેલેરીનો દરવાજાે અને બારી તૂટેલી જાેઈ હતી. તેણે તાત્કાલિક કેતનભાઈને ટેલિફોનિક જાણ કરી હતી. પરિવારે તાબડતોબ મોટેરા પહોંચી તપાસ કરતા ઘરની અંદર સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો અને ચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ હતી.
તસ્કરોએ પહેલા નીચેના માળના બેડરૂમમાં પ્રવેશી તિજાેરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રૂ. ૪૮,૭૦૦ રોકડા મળી કુલ રૂ.૧.૯૮ લાખ ની મતા ચોરી હતી.
ત્યારબાદ ઉપરના માળના બેડરૂમમાં મુકેલા બ્રાઉન કલરના લાકડાના કબાટનું લોક તોડી તેમાંથી સોનાના દાગીના, લેપટોપ, આઇપેડ, રૂ. ૨૫ હજાર રોકડા તેમજ રૂ.૧૦ હજારના ૧૦ ડ્રેસ ભરેલી લગેજ બેગ સહિત રૂ. ૩.૬૫ લાખનો સામાન ચોરી લીધો હતો. બંને માળ મળીને કુલ રૂ. ૫.૬૪ લાખની મતાની ચોરી થયાની જાણ થતા આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




