ઈન્ડિયા બ્લોકના વિરોધ માર્ચને કારણે ટ્રાફિક એડવાઇઝરી દિલ્હીમાં ટ્રાફિક જામનું ટેન્શન! અનેક રસ્તાઓ પર રૂટ ડાયવર્ટ ઈન્ડિયા બ્લોકના માર્ચથી દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા બદલાશે, કનોટ પ્લેસ-જંતર મંતર સહિત આ રસ્તાઓ પર અસર
દિલ્હીમાં આજે રસ્તા પર મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયા બ્લોકના પ્રસ્તાવિત વિરોધ માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે કેટલાક મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી પોલીસે લોકોને સલાહ આપી છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ અને ડાયવર્ટ કરાયેલા માર્ગોની માહિતી મેળવી લે.
ટ્રાફિક એડવાઇઝરી મુજબ, કનોટ પ્લેસ, પટેલ ચોક, સંસદ સ્ટ્રીટ, પટેલ ચોકથી ગ્રામ ચોકી, વિન્ડસર પ્લેસથી ગ્રામ ચોકી, અશોક રોડ, જંતર-મંતર રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ શકે છે. આ માર્ગો પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે, જેના કારણે વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવું પડી શકે છે.
દિલ્હી પોલીસે લોકોને ખાસ કરીને પ્રતિબંધિત અથવા ડાયવર્ટ કરાયેલા માર્ગો પર મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિરોધ માર્ચને કારણે પોલીસ દ્વારા કેટલાક સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવી શકે છે અને સામાન્ય વાહનવ્યવહારને રોકવામાં અથવા અન્ય માર્ગો તરફ વાળવામાં આવી શકે છે.
કનોટ પ્લેસ અને જંતર-મંતર તરફ જતાં લોકોને આજે શક્ય હોય ત્યાં સુધી મેટ્રો અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જાે કોઈ કારણસર ખાનગી વાહનથી મુસાફરી કરવી જરૂરી હોય તો લોકોએ ઘરેથી થોડો વધારાનો સમય લઈને નીકળવું જાેઈએ.દિલ્હી પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અને ટ્રાફિક સિગ્નલનું ધ્યાન રાખવા પણ અપીલ કરી છે. પ્રતિબંધિત વિસ્તારોની નજીક વાહન ઊભું રાખવા અથવા પાર્કિંગ કરવાનું ટાળવા જણાવાયું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા બેરિકેડ અને ડાયવર્ઝનનું પાલન કરીને વાહનચાલકો સહયોગ આપે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
દિલ્હીમાં આજે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફારનું મુખ્ય કારણ ઈન્ડિયા બ્લોકનો વિરોધ માર્ચ છે. ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે એસઆઈઆર મુદ્દે વિપક્ષી સાંસદો આજે વિરોધ પ્રદર્શન કરશે.
આ વિરોધ માર્ચ સંસદ ભવનથી શરૂ થઈને ચૂંટણી પંચની કચેરી સુધી યોજાવાનો છે. માર્ચમાં સામેલ થનારા તમામ સાંસદો સવારે ૧૦:૩૦ વાગ્યે સંસદ ભવનના મકર દ્વાર પાસે એકત્રિત થશે. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે તેઓ ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરશે.
આ વિરોધ માર્ચમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસી નેતા અભિષેક બેનર્જી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષના અનેક મોટા નેતાઓ અને સાંસદો હાજર રહેવાની શક્યતા છે.
વિપક્ષી પક્ષો આ માર્ચ દ્વારા એસઆઈઆર અને ચૂંટણી પંચ સાથે જાેડાયેલા મુદ્દાઓ સામે પોતાનો વિરોધ નોંધાવશે. મોટી સંખ્યામાં નેતાઓ અને સાંસદોની હાજરીને કારણે દિલ્હીના કેટલાક મહત્વપૂર્ણ માર્ગો પર ટ્રાફિકનું દબાણ વધી શકે છે.
આથી દિલ્હીમાં આજે મુસાફરી કરનારા લોકોએ ટ્રાફિક એડવાઇઝરીને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવું જાેઈએ. ખાસ કરીને કનોટ પ્લેસ, જંતર-મંતર, સંસદ ભવન અને ચૂંટણી પંચની આસપાસના વિસ્તારોમાં જતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો અને વૈકલ્પિક માર્ગોની માહિતી મેળવીને જ ઘરેથી નીકળવું યોગ્ય રહેશે.




