ગુજરાત પર રણનો ભયાનક પંજાે ૧.૦૨ કરોડ હેક્ટર જમીન બિનઉપજાઉ, વેરાન થવામાં દેશમાં ત્રીજાે નંબર! છેલ્લા પાંચેક વર્ષમાં જ ગુજરાતની આશરે ૨.૨૮ લાખ હેક્ટર ફળદ્રુપ જમીન બિન-ખેતીલાયક બની ગુજરાતમાં જમીનનું ધોવાણ, ક્ષારનું વધતું પ્રમાણ અને રણીકરણની સમસ્યા અત્યંત ગંભીર સપાટીએ પહોંચી ગઈ છે. આ કારણોસર ૧ કરોડ કરતાં વધુ જમીન બિન-ઉપજાઉ અને રણ બનવાની પ્રક્રિયાનો સામનો કરી રહી છે. આ ચિંતાજનક પરિસ્થિતિને જાેતા કૃષિ ક્ષેત્ર માટે પર જાેખમ મંડરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના વધુ પડતા ખેંચાણને લીધે આગળ વધી રહેલી ખારાશ અને અનિયમિત હવામાનને કારણે જમીનની ફળદ્રુપતા ઝડપી ઘટી રહી છે. જે ખેતી માટે ખતરો સાબિત થઈ શકે છે. છેલ્લા આઠથી દશ વર્ષના ટુંકા ગાળાના જ રાજ્યના રણ અને બિન-ઉપજાઉ વિસ્તારમાં આશરે ૧.૮૫ લાખ હેક્ટરનો મોટો વધારો નોંધાયો છે.નકશા જુઓગુજરાતમાં દરિયાનું ખારું પાણી જમીનમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે ભાલ, સૌરાષ્ટ્ર અને કચ્છની જમીન વધુ ખારી અને બિન-ઉપજાઉ બની રહી છે. આ ઉપરાંત વધુ પડતા ભૂગર્ભજળના ખેંચાણને લીધે જમીન સૂકી અને રેતાળ બની રહી છે. કેમિકલ યુક્ત ખાતરો અને જંતુનાશક દવાના આડેધડ વપરાશથી જમીનની કુદરતી ફળદ્રુપતા નાશ પામી રહી છે. જમીન વિરાન થવાની રેસમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન પછી ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે.બીજી તરફ, રાજ્યમાં અંધાધૂંધ ઔદ્યોગિકરણ અને ઝડપી શહેરીકરણની સીધી અસર ખેતીલાયક જમીન પર પડી રહી છે. છેલ્લા પાંચેક વર્ષમાં જ ગુજરાતની આશરે ૨.૨૮ લાખ હેક્ટર ફળદ્રુપ જમીન બિન-ખેતીલાયક બની છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે, સૌથી વધુ ખેતીલાયક જમીન રહેણાંક અને વાણિજ્યિક બાંધકામો માટે બિન-ખેતીમાં ફેરવાઈ ગઈ છે.કૃષિ અને પર્યાવરણના નિષ્ણાતોના મતે, રણીકરણ અને આમારાશ ગુજરાત માટે લાલબત્તી સમાન છે. જાે ઓર્ગેનિક ખેતી, દરિયાઈ વિસ્તારમાં ખારાશ નિયંત્રણ, વ્યાપક વૃક્ષારોપણ અને પાણીના યોગ્ય સંચય માટે માઈકો-ઈરિગેશન જેવા નક્કર પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે, તો રાજ્યમાં અન્ન અને ખેતી લાયક જમીનની ભારે અછત સર્જાશે તે દિવસો દૂર નથી.




