(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
રાજસ્થાનમાં અત્યારે પંચાયતી રાજની ચૂંટણી ચાર ચરણમાં શરૂ થઈ રહી છે. જે ૨૩ ઓકટોબર થી ૧૬ નવેમ્બર સુધીમાં થવાની છે. એમાં જે સરપંચો ઉમેદવારી કરવાના છે એમને કોઈ પાર્ટીનું લેબલ હોતું નથી. એવા રાજસ્થાનના દેવગઢ તહેસીલમાં આવતી ગ્રામ પંચાયત લસાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ત્રણ મહિલા સરપંચોએ ઉમેદવારી કરી છે એમાં એક છે શ્રીમતી લીલાદેવી ગણપત સિંહ જેઓ ભૂતકાળમાં ૦૨ ટર્મ સરપંચ તરીકે ચૂંટાયા હતા અને ત્રીજી ટર્મ હારી ગયા હતા. જ્યારે અન્ય બે મહિલા ઉમેદવારો શ્રીમતી શોભાકંવર અજિતસિંહ તથા ઇન્દ્રાદેવી જીતેન્દ્ર મેવાડા ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે કયા મહિલા ઉમેદવાર પ્રજાના હિત માટે જીત્યા પછી સહભાગી બનીને પ્રજાના સુખે સુખી અને દુખે દુખી બની ને પ્રજાની પડખે ઊભા રહે છે એ જ જોવું રહ્યું. હવે વાત કરીએ શ્રીમતી લીલાદેવી ગણપતસિંહ ની જેઓ ૦૨ ટર્મ સરપંચ રહ્યા પછી ત્રીજી ટર્મ હારી ગયા બાદ એમના હોસ્ટેલ અને પીજી જેવા ધંધા –વ્યવસાયમાં છેલ્લા ૫-૭ વર્ષથી વ્યસ્ત રહેતા હોવાથી લસાની ગ્રામ પંચાયતની જનતાથી દૂર રહ્યા છે. જે હવે એકાએક જાણેકે એમને કોઈ હેત ઉભરાયું હોય એમ લસાની ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં એમાં ઉમેદવારી કરવા મેદાનમાં ઉતર્યા છે ત્યારે લસાની ગ્રામ પંચાયતની જનતા પૂછે છે કે તમને બે ટર્મ સરપંચ બનાવવા ભરપૂર મતોથી તમને ચૂંટેલા જ્યારે ત્રીજી ટર્મમાં તમારી હાર થવાથી તમે જનતાથી દૂર ઉદેપૂર જઈ ને રહ્યા છો. આમ ચૂંટણી હાર્યા બાદ પાંચ-સાત વર્ષો સુધી જનતાથી ગાયબ રહ્યા બાદ એકાએક ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા છો. જો તમારામાં સેવા કરવાની નિ:સ્વાર્થ ભાવના હોત તો તમે પાંચ-સાત વર્ષ સુધી જનતાથી દૂર ના રહ્યા હોત અને આ દૂર રહેવાને કારણે તમારાથી જનતા નારાજ છે. અને કદાચ તમને જીતાડે તો લસાની ગ્રામ પંચાયત ની જનતાને નાના-મોટા કામ માટે કોઈ કામમાં તમારી જરૂર હોય કે અરજીમાં તમારી સહી લેવી હોય તો છેક ઉદેપુર સુધી જનતાને ધક્કો ખાવો પડે એ જનતાને કોઈ કાળે પોસાય નહીં. એટલે જનતાની સાથે જે ઉમેદવાર જમીની સ્તરે જોડાયેલા હોય એને જ જનતા પસંદ કરીને વોટ આપશે. જ્યારે તમે તમારા પોતાના સ્વાર્થ માટે એકાએક પાંચ-સાત વર્ષથી અદ્રશ્ય થયા પછી હાજર થયા અને લસાની ગ્રામ પંચાયતની જનતા ની યાદ આવી? આ સવાલ નો જવાબ મતદારો માંગી રહ્યા છે.
હવે વાત કરીએ અન્ય મહિલા ઉમેદવાર શ્રીમતી શોભાકંવર અજિતસિંહ જે લસાની ગ્રામ પંચાયતની જનતા ની વચ્ચે રહેનારા છે અને ચૂંટાયા પછી સ્થાનિક લોકોના પ્રશ્નો માટે લોકોને ઘર આંગણે મળી શકે છે એટલા માટે લસાની ગ્રામ પંચાયતની જનતાને ગામ છોડીને અન્ય જગ્યાએ એમને મળવા જવાના ધક્કા નહીં પડે અને ખોટા ખર્ચા થી થતી નુકશાની બચશે. કારણકે શ્રીમતી શોભા કંવર લસાની ગ્રામ પંચાયતના સ્થાનિક રહેવાસી હોવાથી જનતાની વચ્ચે દિવસ-રાત મળી શકે છે.એમના (જનતાના) સુખ દુખ ના સાથી બની ખભે ખભા મિલાવી જનતાની પડખે ઊભા રહેનાર ઉમેદવાર હોવાથી આવા ઉમેદવારને જનતા પહેલા પસંદ કરતી હોય છે. અને એમને મત આપી જિતાડતી હોય છે.એટલે એમ કહેવાય કે જમીની સ્તરે જનતા સાથે જોડાનાર ઉમેદવાર પ્રજાની પહેલી પસંદ હોય છે. હવે વાત કરીએ ત્રીજા ઉમેદવાર શ્રીમતી ઇન્દ્રાદેવી જીતેન્દ્ર મેવાડા જેઓ લસાની ગ્રામ પંચાયતમાં આવતા ગામ કલાલોકી આંતી ગામના રહેવાસી છે. જેઓ પણ હાલમાં પોતાના ધંધા-વ્યવસાય અર્થે ઉદેપુર સ્થાયી થયેલા છે અને જેઓ જનતાના નાના-મોટા કામ માટે સ્થાનિક કક્ષા એ જનતાને મળી શકે એમ નથી. એટલે લસાની ગ્રામ પંચાયતની જનતાને પણ નાના-મોટા કામ માટે ઉદેપુર સુધી લાંબા થવું પડે અને ખોટા ખર્ચા ના ખાડામાં ઊતરવું પડે એ પોસાય નહીં. કારણ આ મહિલા ઉમેદવાર ઉદેપુર સ્થાયી થયેલા હોય લસાની ગ્રામ પંચાયતની જનતાને પોતાની સમસ્યાઓ અને સહી સિક્કા માટે પણ હેરાન-પરેશાન થવું પડે. આમ જે ઉમેદવાર વ્યવસાય માટે જનતાથી દૂર રહેતા હોવાથી પણ મતદારો એમને પસંદ કરતાં નથી. અને સ્થાનિક ઉમેદવાર જ જનતાની પહેલી પસંદ હોય છે. આમ લસાની ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ નાના-મોટા ગામો, અને ગામ ખેડા ઢાણીઓ અને વાડીઓ વગરે નો સમાવેશ થયેલો હોવાથી પણ ઉમેદવાર સ્થાનિક ના હોવાથી લસાની ગ્રામ પંચાયતની જનતા એમને પસંદ ના કરે એ સ્વાભાવિક છે. જમીની સ્તરે જનતા સાથે જોડાયેલા ઉમેદવારને જનતા પસંદ કરે છે.




