આજે આમ આદમી પાર્ટીના પરિવારમાં યુવા પાટીદાર આગેવાન જયેશભાઈ પટેલ જોડાયા હતા. SPG ગ્રુપના માધ્યમથી પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર જયેશભાઈ પટેલ સામાજિક સરોકાર સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. યુવાનો વચ્ચે તેમનું સામાજિક જોડાણ અને સક્રિયતા તેમની આગવી ઓળખ રહી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ અને સેન્ટ્રલ ઝોન પ્રભારી એડવોકેટ ચંદ્રશેખર રાવતની ઉપસ્થિતિમાં જયેશભાઈ પટેલે આમ આદમી પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરીને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે તેમના અનુભવ, સામાજિક જોડાણ અને યુવા ઊર્જાથી પાર્ટીના સંગઠનને નવી મજબૂતી મળશે.




