ટ્રમ્પની ઈરાનને જૈવિક હથિયારો મુદ્દે ખુલ્લી ચેતવણી ઈરાન બાયોલોજિકલ હથિયાર બનાવશે તો સંપૂર્ણ સફાયો કરીશું: ટ્રમ્પની ધમકી શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પનો આક્રમક મિજાજ, ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ પર નજર અને ચીન-રશિયાની મદદ લેવાનો સ્પષ્ટ ઇનકાર ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાતના ગણતરીના કલાકોમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઈરાન ગેસ અને બાયોલોજિકલ (જૈવિક) હથિયારો વિકસાવવા પર વિચાર કરી રહ્યું છે. ઈરાનના લોકોને ‘ખતરનાક’ ગણાવતા ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી છે કે, ‘જાે ઈરાન બાયોલોજિકલ હથિયાર બનાવશે, તો અમેરિકા તેમનો સંપૂર્ણ સફાયો કરી દેશે.’ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘એવા કેટલાક સંકેતો મળ્યા છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારો તરફ નજર દોડાવી રહ્યું છે, જે બિલકુલ સારી બાબત નથી. ઈરાન અન્ય કેટલીક બાબતો પર પણ કામ કરી રહ્યું છે અને અમેરિકા તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.’ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ‘આ લોકો ખૂબ જ ખતરનાક છે અને જાે આવું કંઈ પણ થશે તો અમે તેમને સંપૂર્ણપણે ખતમ કરી દઈશું.’ જાેકે, ઈરાન કયા પ્રકારના ગેસ કે જૈવિક હથિયારોની તૈયારી કરી રહ્યું છે તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી ન હતી કે ન તો પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા હતા.ચીનના શેનઝેન શહેરમાં પત્રકારોએ ટ્રમ્પને સવાલ કર્યાે હતો કે ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે શું તેઓ ચીન અને રશિયાની મદદ લેવા માંગે છે. આ પ્રશ્નનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું કે, ‘હું મદદ માંગવા માટે આ બંને દેશો પાસે નહીં જાવ.’ વધુમાં, ચીન અને રશિયાની ભૂમિકાને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘ખરેખર જાેવા જઈએ તો બંને દેશોએ અમેરિકા પ્રત્યે ખૂબ સકારાત્મક વલણ દાખવ્યું છે, કારણ કે તેમણે કોઈ ગોળીબાર કર્યાે નથી કે સમુદ્રમાં પોતાના જહાજાે પણ તૈનાત કર્યા નથી.’ બીજી તરફ, આ સંઘર્ષના નિરાકરણ માટે આગળ જતાં તેમની સાથે કોઈ રાજદ્વારી મંત્રણા થશે કે નહીં, તે મુદ્દે ટ્રમ્પે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.પોતાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે ચીન સાથેના સંબંધોને અત્યંત શાનદાર અને સન્માન પર આધારિત ગણાવ્યા હતા. તેમણે ચીનમાં મળેલા ભવ્ય સ્વાગત અને શી જિનપિંગ સાથેની મુલાકાત વખતે થયેલી મહેમાનગતિનો ખાસ ઉલ્લેખ કર્યાે હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બેઠકની વ્યવસ્થા અને તેમના સન્માનમાં જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, તેવું ચીનના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી. ટ્રમ્પે આ આખા ઘટનાક્રમને અમેરિકા માટે એક મોટી જીત ગણાવી હતી.




