અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યા ભારતીય વડાપ્રધાનના વખાણ ક્વાડ સમિટમાં PM મોદી અને ટ્રમ્પે એક મંચ શેર કર્યો ટ્રમ્પે મોદીને ગણાવ્યા ખૂબ જ મજબૂત વ્યક્તિ અને મહાન નેતા, સુપર ઇન્ટેલિજન્સ છૈંને ગણાવી મોટી તક; ૧૯ નવેમ્બરે ટ્રમ્પ-પુતિન-જિનપિંગની ત્રિપક્ષીય બેઠક પર દુનિયાની નજર
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ગણાતી ક્વાડ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક જ મંચ પર જાેવા મળ્યા હતા. ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાયેલી આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સામેલ થયા હતા. બેઠક દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં તેમને ‘ખૂબ જ મજબૂત વ્યક્તિ‘ અને ‘મહાન નેતા‘ ગણાવ્યા હતા. બીજી તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI ) અને સુપર ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંગે પણ ટ્રમ્પે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં.
ક્વાડ સમિટ દરમિયાન ચારેય દેશોના નેતાઓ ફોટો સેશન માટે એકસાથે આવ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન મોદી તરફ ઇશારો કરીને તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી ખૂબ જ મજબૂત વ્યક્તિ છે અને તેઓ તેમના મિત્ર પણ છે. ટ્રમ્પે મોદીને મહાન નેતા ગણાવતાં કહ્યું કે દુનિયાભરમાં તેમનું સન્માન કરવામાં આવે છે.
ટ્રમ્પે જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઇચીની પણ પ્રશંસા કરી હતી. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.બેઠક દરમિયાન ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી ભૂમિકા અને ભવિષ્યની ટેકનોલોજી અંગે વાત કરી હતી. તેમણે સુપર ઇન્ટેલિજન્સને ઔદ્યોગિક ક્રાંતિ બાદની સૌથી મોટી વિકાસની તક ગણાવી હતી.
ટ્રમ્પે ક્વાડ દેશો વચ્ચે ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા માટે નવા સુપર ઇન્ટેલિજન્સ એક્સિલરેટરની પણ જાહેરાત કરી હતી. આ પહેલને ૮.૫ કરોડ ડોલરથી વધુનું સમર્થન મળવાનું જણાવાયું હતું. તેનો હેતુ ચારેય દેશો વચ્ચે નવી ટેકનોલોજી અને AI ક્ષેત્રે સહયોગ વધારવાનો છે.
ચીન સાથેના સંબંધો અને મતભેદો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે બંને દેશોએ પોતાના મતભેદોને સારી રીતે સંભાળ્યા છે. જાેકે, બંને દેશોના કેટલાક મુદ્દાઓ પર અલગ-અલગ મંતવ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ આગામી દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાના છે.
હવે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ચીનના શેનઝેનમાં યોજાનારી સંભવિત ત્રિપક્ષીય બેઠક ચર્ચામાં છે. APEC સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાવાની છે.
આ બેઠકમાં વૈશ્વિક સુરક્ષા, પરમાણુ હથિયારો પર નિયંત્રણ, વેપાર અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા મુદ્દાઓ ચર્ચામાં રહેવાની શક્યતા છે. આ ત્રણેય મહત્ત્વના દેશોના નેતાઓ વચ્ચેની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
આમ, એક તરફ મનીલામાં ક્વાડ દેશો વચ્ચે સહયોગની નવી દિશા નક્કી થઈ રહી છે, તો બીજી તરફ શેનઝેનમાં ત્રણ મહાસત્તાઓના નેતાઓની બેઠક વૈશ્વિક રાજનીતિ માટે મહત્ત્વપૂર્ણ બની રહી છે.




