અમેરિકામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા ચૂંટણીનો બહિષ્કાર નહીં, ગેરરીતિઓ સામે લડશે વિપક્ષ: શિકાગોમાં રાહુલ ગાંધી ચૂંટણી પંચના અધિકારીઓ પણ અનિયમિતતાઓની માહિતી આપતા હોવાનો રાહુલ ગાંધીનો દાવો, ગાઝા સંઘર્ષની પણ કરી નિંદા કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે શિકાગો યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે પોતાના બાળપણના ગણિતના શિક્ષક સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ ઈઝરાયલ સાથે ભારતના સંબંધો અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતના ઈઝરાયલ સાથે સારા સંબંધો છે અને ભારત તેની પાસેથી હથિયારો પણ ખરીદે છે, જે સારી બાબત છે. જાેકે ઓક્ટોબરમાં બનેલી ઘટનાની નિંદા કરતાં તેને અત્યંત ભયાનક ગણાવી હતી અને કહ્યું હતું કે આવી ઘટના ક્યારેય બનવી જાેઈએ નહીં. આ સાથે તેમણે ગાઝામાં જે કંઈ થઈ રહ્યું છે તેની પણ નિંદા કરી હતી. ઉપરાંત રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે, પ્રક્રિયામાં થતી ગેરરીતિનો વિરોધ કરશે.નકશા જુઓઈઝરાયલ સાથે આપણા સારા સંબંધો છે. આપણે ઈઝરાયલ પાસેથી હથિયારો ખરીદીએ છીએ અને આ સારી બાબત છે. ઓક્ટોબરમાં જે થયું તેની હું નિંદા કરું છું. મને લાગે છે કે તે અત્યંત ભયાનક હતું. આવું ક્યારેય થવું જાેઈએ નહીં. પરંતુ ગાઝામાં જે થઈ રહ્યું છે તેની પણ હું નિંદા કરું છું.આ પહેલાં અમેરિકાના ઈલિનોય સ્થિત શિકાગો યુનિવર્સિટીમાં ‘ધ ઈરાન વૉર એન્ડ ઈન્ડિયાઝ રોલ ઇન ધ વર્લ્ડ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યાે હતો. રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને સતત ઉજાગર કરતી રહેશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષ એવું કોઈ પગલું ભરવા માંગતો નથી, જેનાથી લોકોની નજરમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય અને ભારતીય લોકશાહીની વ્યવસ્થા નબળી પડે. વિપક્ષ ચૂંટણી નહીં લડવાનો ર્નિણય લઈ શકે નહીં, કારણ કે તેનાથી લોકશાહી વ્યવસ્થાને નુકસાન પહોંચશે. વિપક્ષની વ્યૂહનીતિ ચૂંટણી વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓને સામે લાવવાની અને આ મુદ્દાને જનતા સુધી પહોંચાડવાની છે. જ્યાં સુધી લોકોને વ્યવસ્થામાં શું ચાલી રહ્યું છે તે સમજાશે નહીં, ત્યાં સુધી વિપક્ષ આ મુદ્દો ઉઠાવતો રહેશે.રાહુલ ગાંધીએ દાવો કર્યાે હતો કે-’ચૂંટણી પંચની અંદરથી પણ વિપક્ષને માહિતી મળી રહી છે. પંચના વરિષ્ઠ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે તેઓ હવે આ રીતે કામ કરી શકે તેમ નથી. આ એક લાંબી પ્રક્રિયા રહી છે અને તેમને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે આવશે. વિપક્ષ બિનલોકશાહી ભારતને સ્વીકારવા તૈયાર નથી. આ માત્ર કોંગ્રેસની લડાઈ નથી, પરંતુ દેશના મોટી સંખ્યામાં લોકોની ઇચ્છા છે. વિપક્ષ ઇચ્છે છે કે લોકો કોઈપણ ડર વિના પોતાની વાત રજૂ કરી શકે અને લોકશાહીમાં તેમની આ શક્તિ ફરીથી મજબૂત બને.’




