ખાદ્યચીજાેના ભાવવધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે કપાસ, મગફળીમાં રૂ. ૪૦૦નો વધારો, ધાણા-જીરું પણ મોંઘાં બજેટ ખોરવાશે કપાસમાં ૪૦૦ તો ધાણા-જીરું અને મરચાના જથ્થાબંધ ભાવમાં મોટો વધારો રાજ્યમાં અનિયમિત અને અસમતોલ ચોમાસાને પગલે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડતા કેટલાક કૃષિ ઉત્પાદનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જાેકે, ઉત્પાદનમાં જેટલો ઘટાડો થયો છે તેના કરતાં છૂટક બજારમાં ખાદ્યચીજાેના ભાવ અનેકગણા વધારી દેવાયા છે. માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા થતી જથ્થાબંધ ખરીદીના ગત વર્ષના ૧૮ નવેમ્બર ૨૦૨૫ અને આજના ૧૮ નવેમ્બર ૨૦૨૬ના ભાવની સરખામણી કરવામાં આવે તો એક જ વર્ષમાં મગફળી અને કપાસમાં પ્રતિ મણ રૂ. ૪૦૦નો તથા ધાણા, જીરુ અને સૂકા મરચાના ભાવમાં રૂ. ૧૨૦૦થી ૧૫૦૦ જેટલો તોતિંગ વધારો થયો છે.મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. ૧૫૦૩ છે, જેની સામે બજારમાં ખેડૂતોને રૂ. ૧૬૦૦થી ૧૮૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે. એક વર્ષમાં મગફળીના બજારભાવમાં રૂ. ૪૦૦ વધ્યા છે, પરંતુ તેલલોબી પ્રતિ સરકારના આંખ મિચામણાના પગલે મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં રૂ. ૬૦૦નો વધારો ઝીંકી દેવાયો છે. નવાઈની વાત એ છે કે મગફળીનું સરેરાશ ઉત્પાદન જળવાયું છે અને ગત વર્ષે વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં ભાવ સતત વધી રહ્યા છે.અનાજની સાથે કઠોળ પણ મોંઘાદાટ બન્યા છે. પ્રતિ ૨૦ કિલોએ મગના ભાવમાં રૂ. ૨૪૫, ચણામાં રૂ. ૪૩૫ અને અડદમાં રૂ. ૫૨૦નો વધારો થયો છે. શિયાળામાં જેની ચીકી વ્યાપકપણે ખવાય છે તે તલના ભાવ પ્રતિ મણ રૂ. ૧૩૦૦ જેટલા વધ્યા છે. આ ઉપરાંત બટાટા સિવાયના અન્ય શાકભાજીમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે, જેમાં લીંબુના ભાવ ગત વર્ષે પ્રતિ મણ રૂ. ૨૮૦થી ૬૪૦ હતા તે આ વર્ષે વધીને રૂ. ૮૨૫થી ૧૫૯૦ એટલે કે અંદાજે રૂ. ૯૦૦ જેટલા વધી ગયા છે.માર્કેટ યાર્ડના ઉપરોક્ત ભાવ વેપારીઓની જથ્થાબંધ ખરીદીના છે. સામાન્ય લોકો જ્યારે કરિયાણાની દુકાનેથી ખરીદી કરે છે ત્યારે આ જણસી પર પેકિંગ, સોર્ટિંગ ખર્ચ ઉપરાંત નફો અને કમિશન વગેરે ઉમેરાતા તે બમણાથી પણ વધુ ઊંચા ભાવે લોકોને મળે છે. એકંદરે સરકારી નીતિઓને કારણે રસોડામાં વપરાતી તમામ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ, ગોળ, તેલ, શાક, કઠોળ, અનાજ અને રાંધણગેસ સહિત તમામમાં બેફામ ભાવવધારો થયો છે. જેના કારણે સામાન્ય પરિવાર માટે સુખસુવિધાની વસ્તુઓ તો દૂર રહી, પરંતુ બે ટંક પેટ ભરવા માટે ભોજન પણ મોંઘું કરી દેવાયું છે.




