
sydney : ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. આ વખતે સિડનીના એક ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન એક વ્યક્તિએ બિશપ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પ્રાર્થના દરમિયાન બિશપ પર છરી વડે હુમલો કરતો જોવા મળે છે. આ હુમલામાં બિશપ સહિત અન્ય ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિશપ પર હુમલાનો વીડિયો
છરાબાજીની ઘટના અંગે સિડની પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હુમલા માટે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. છરાબાજીની આ ઘટનામાં વધુ ચાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ પૂજારીને બચાવી રહ્યા હતા.