
૯ મહિના સુધી કાશ્મીર સહિતના વિવિધ લોકેશન પર શૂટ થશે.કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.કાર્તિક આર્યન હાલ ઘણી સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે અને તે ૨૦૨૬ના પાછળના ભાગમાં ભૂલ ભુલૈયા ૪ પણ શરૂ કરવાનો છે.કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન પછી કબીર ખાન સાથે કામ કરવાનો હોવાના અહેવાલો પહેલાં પણ હતા. હવે આ ફિલ્મ અંગે વધુ અહેવાલો છે, તે મુજબ તેઓ ફરી એક વખત સ્પોર્ટ્સ એડવેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેની વાર્તા કાશ્મીર આધારીત છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “કાર્તિક અને કબીર જે ફિલ્મ માટે કામ કરી રહ્યા છે, તે એક ગેમ ચેન્જર જાેનર હોઈ શકે છે. આ એક મોટા પ્રોડક્શન બજેટની સ્પોર્ટ્સ એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મ માટે પણ કાર્તિક સઘન તાલીમ લેવાનો છે. તેઓ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં
આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે.”આ ફિલ્મ કાસ્મીર સહિત દુનિયાભરના વાસ્તવિક લોકેશન પર શૂટ થશે અને ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે. સુત્રએ જણાવ્યું કે, “કબીર ફેબ્રુઆરીથી ઓક્ટોબર ૨૦૨૬ સુધી વિવિધ સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરશે. કાર્તિક ધર્મા પ્રોડક્શનની નાગઝિલાનું શૂટ પૂરું કરીને તરત આ ફિલ્મનું કામ શરૂ કરશે.”કાર્તિક આર્યન હાલ ઘણી સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે અને તે ૨૦૨૬ના પાછળના ભાગમાં ભૂલ ભુલૈયા ૪ પણ શરૂ કરવાનો છે. આ ઉપરાંત તે લવ રંજન સાથે પણ કોઈ ફિલ્મ અંગે ચર્ચાઓ કરી રહ્યો છે. સુત્રએ જણાવ્યું, “નાગઝીલા અને કબીર ખાનની ફિલ્મ પછી તે અનીસ બાઝમીની ભૂલ ભુલૈયા ૪ પર કામ શરૂ કરશે. આ ઉપરાંત તે ૨૦૨૬માં અનુરાગ બાસુની મ્યુઝિકલ ફિલ્મનું શૂટ પણ પૂરું કરવાનો છે.”કાર્તિક આર્યન અને કબીર ખાનની ફિલ્મ એપ્લાઉડ્ઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.




