How to make Doodh Pak : આજે અમે તમને ઉપવાસ દરમિયાન એક સ્વાદિષ્ટ અને પરંપરાગત મીઠાઈની રેસિપી જણાવીશું. આ ખાસ ગુજરાતીઓમાં ઘણી લોકપ્રિય છે. અમે વાત કરી રહ્યા છીએ દૂધ પાકની. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી….
દૂધ પાક બનાવવા માટેની સામગ્રી
- 1 લીટર દૂધ
- 1 ચમચી સમા ચોખા
- 1 ચમચી ઘી
- 1/2 કપ ખાંડ
- 1/2 ચમચી ઈલાયચી પાવડર
- થોડું કેસર
- અડધી વાટકી બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ
દૂધ પાક બનાવવાની રીત
- દૂધપાક બનાવવા માટે સૌથી પહેલા સમા ચોખાને સ્વચ્છ પાણીમાં ધોઈને પાણી નિતારી લો. હવે સમા ચોખામાં સારી રીતે ઘી મિક્સ કરીને એક બાજુ રાખી દો.
- 2-3 ચમચી દૂધમાં કેસર મિક્સ કરીને તેને પણ બાજુ પર રાખો.
- હવે દૂધને મીડિયમ ફ્લેમ પર ઉકળવા માટે રાખો, દૂધ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે ઘીવાળા ચોખા નાખીને પકાવો.
- સતત હલાવતા રહીને ચોખા અને દૂધને મીડિયમ ફ્લેમ પર પકાવી લો.
- સાથે જ ડ્રાય ફ્રૂટ્સ, કેસર અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો.
- 30-40 મિનિટ સુધી તેને આ રીતે જ હલાવતા રહીને પકાવી લો અને જ્યારે તે સારી રીતે પાકી જાય, ત્યારે ફ્લેમ બંધ કરીને ઠંડો થવા દો.
- દૂધ પાક જ્યારે ઠંડો થઈ જાય ત્યારે તેને બાઉલમાં કાઢીને ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરીને સર્વ કરો.
દૂધપાક બનાવતી વખતે આ ટિપ્સને કરો ફોલો
- દૂધ પાકને વધુ ક્રીમી બનાવવા માટે ફુલ ક્રીમ દૂધનો ઉપયોગ કરો.
- તમે દૂધ પાકને જેટલો ધીમી આંચ પર બનાવશો, સ્વાદ તેટલો જ સારો આવશે.
- વધુ સારા સ્વાદ માટે કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરી શકાય છે.