
Astrology News: ઘરની દરેક દિશાનું એક મહત્વ હોય છે. કઈ દિશામાં કઈ વસ્તુ રાખી છે તે તમારા વાસ્તુને ટ્રિગર કરે છે. જેમ કે અમુક દિશાઓ તમારા ઘરના લોકોના કામમાં અડચણ લાવી શકે છે તો અમુક દિશાઓ તેમના જીવનમાં ફેરફાર લાવી શકે છે. એવામાં ઈશાન કોણ તમારા માટે શું કરી શકે છે. તેનો વાસ્તુ સાથે કેવો સંબંધ છે તેના વિશે જાણવું જરૂરી છે.
ઈશાન કોણમાં રાખો માટીની વસ્તુઓ
તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશા, એટલે કે ઘરના નોર્થ-ઈસ્ટ કોર્નરમાં માટી સાથે સંબંધી વસ્તુઓ રાખવાથી આ દિશા સાથે સંબંધિત વાસ્તુ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં બધાની સ્થિતિ સારી થાય છે.
