Sleeping Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઉંઘ અને બેડરૂમને લઇને ઘણા નિયમો આપેલા છે. જો તમને ગાઢ ઉંઘ નથી આવતી તો તેના માટે કેટલાક વાસ્તુ દોષ હોઈ શકે છે. તમે ઘરે ક્યાં સૂઈ જાઓ છો? તમારા બેડની દિશા કઇ છે.તમે જે બેડ પર સુવો છો તે કેવો છે, બેડશીટ અથવા ઓશીકાનો રંગ કેવો છે, જો આ બધું વાસ્તુના નિયમો અનુસાર ન હોય તો તેની ઊંઘ પર અસર પડે છે. આવો જાણીએ એવા કયા વાસ્તુ નિયમો છે જે તમને ગાઢ ઊંઘ આપે છે.
સૂવાની જગ્યાઃ
બેડરૂમમાં સૂવા માટે યોગ્ય જગ્યા પસંદ કરવામાં વાસ્તુનું મહત્વ છે. પશ્ચિમ દિશામાં સૂવાથી તમે આરામદાયક ઊંઘ મેળવી શકો છો.
બેડ:
બેડનું સાચું સ્થાન અને દિશા પણ મહત્વપૂર્ણ છે. સૂવા માટે પથારીને દીવાલ સાથે એડકેલો ન રાખો અને તેની નીચે કંઈપણ ન રાખો.
ઓશીકું અને બેડશીટ:
અમુક રંગો શાંતિ લાવે છે.તમે તમારી રાશિ પ્રમાણે અથવા દિવસ પ્રમાણે બેડશીટના રંગનો ઉપયોગ કરી શકો છો. આ સાથે, તમારી કુંડળીના ગ્રહો તમને ન માત્ર શુભ પરિણામ આપે છે, પરંતુ તે તમને શાંતિથી ઊંઘવામાં પણ મદદ કરે છે.
અરીસોઃ
આદર્શ રીતે બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ, પરંતુ જો તમારે બેડરૂમમાં અરીસો રાખવો જ હોય તો તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમારા બેડનું પ્રતિબિંબિત ન દેખાવું જોઇએ.
રંગો:
સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, તેથી સૂવાના રૂમમાં સોનેરી અથવા ઘેરો પીળો રંગ પસંદ કરી શકાય છે.
સફાઇ:
બેડરૂમને વ્યવસ્થિત રાખવો જરૂરી છે. બેડરૂમમાં વધારાના કપડાં, સામગ્રી અથવા અન્ય વસ્તુઓ ન રાખો.
સૂવાની દિશાઃ
સૂતી વખતે તમારું માથું પૂર્વ તરફ હોવું જોઈએ, જેથી તમને સારી ઊંઘ આવે.
તો હવે જો તમને ગાઢ ઊંઘ ન આવતી હોય કે ખરાબ સપના આવે તો તમે વાસ્તુના આ નિયમોને અનુસરવાનો પ્રયાસ કરી શકો છો. ક્યારેક આ નાના ફેરફારો જીવનમાં મોટી અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર એક વિજ્ઞાન છે અને તેમાં માનનારા હંમેશા લાભમાં જ રહે છે. પરંતુ હજી પણ તે તમારા પર નિર્ભર છે કે આ નિયમોનું પાલન કરવું કે નહીં. તમે કોઈ વિદ્વાનની સલાહ લઈને પણ વાસ્તુના નિયમોનું પાલન કરી શકો છો.